ભારતીય આરોપીને પકડવા FBIએ પંજાબી અને હિન્દીમાં ‘Wanted’ના પોસ્ટર જાહેર કર્યા! આ કેસમાં તપાસ

ન્યુયોર્ક: અમેરિકામાં શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના અસફળ રહેલા કથિત કાવતરા બાબતે અગાઉ અમેરિકાએ ભારત પર આરોપ લગાવ્યા હતાં. ભારતની ગુપ્તચર સંસ્થા રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના કથિત પૂર્વ એજન્ટ વિકાસ યાદવ (Vikas Yadav) આ કાવતરું ઘડવાના આરોપ છે. એવામાં અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (FBI)એ એક ચોંકાવનારુ પગલું ભર્યું છે.
FBIએ આરોપી વિકાસ યાદવને પકડવા માટે પંજાબી અને હિન્દીમાં ‘વોન્ટેડ’ પોસ્ટર બહાર પાડ્યા છે. જયારે, યાદવનું પોસ્ટર FBIની વેબસાઈટ પર પહેલાથી જ હતું. નોટિસથી ઘણાને આશ્ચર્ય થયું કારણ કે વિકાસ યાદવ ફરાર નથી. ભારતીય પ્રસાશને તેમના યુએસ સમકક્ષોને જાણ કરી હતી કે તે કથિત લૂંટ માટે જેલમાં હતો અને હાલમાં જામીન પર બહાર છે.
Also Read – PM Modiએ કેનેડાને આપ્યો કડક સંદેશ, G-20 સમિટમાં જસ્ટિન ટ્રુડોની અવગણના કરી
પંજાબ કે હરિયાણામાં છે વિકાસ યાદવ:
અહેવાલો મુજબ કે વિકાસ યાદવ હરિયાણા અને પંજાબના વિસ્તારોમાં હોઈ શકે છે. યાદવ પર ન્યૂયોર્કની કોર્ટમાં પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. FBIના યાદવ યુએસ લઇ જવા માંગે છે, તેની ધરપકડ અને ત્યારબાદ પ્રત્યાર્પણ સરળ નહીં હોય. સામે ભારત સરકાર બે પેન્ડિંગ પ્રત્યાર્પણ અંગેની તેની માંગ ઉઠાવી શકે છે.
ભારતીય મૂળના ડ્રગ ડીલરની ધરપકડ:
કેસમાં FBIએ ભારતીય મૂળના કથિત ડ્રગ ડીલર નિખિલ ગુપ્તાની પણ ધરપકડ કરી છે. યુએસ સરકારની વિનંતી પર નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગયા વર્ષે જૂનમાં પ્રાગ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેના પર કથિત રીતે એક ગુપ્ત પોલીસ અધિકારી સાથે કામ કરવાનો છે, તથા પન્નુની હત્યા કરવા માટે ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી (DEA)ના જાણકારને નોકરી પર રાખવાનો આરોપ છે. ગુપ્તાને બાદમાં નવેમ્બર 2023ના પ્રથમ સપ્તાહમાં યુએસને સોંપવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ ન્યૂયોર્કની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.