નવા વર્ષની ઉજવણી કરવા મુદ્દે યુપીના મૌલવીએ ચોંકાવનારો ફતવો…
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીના એક મૌલવીએ મુસ્લિમોને નવા વર્ષની ઉજવણીથી દૂર રહેવાની સલાહ આપતા ફતવો બહાર પાડ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત મૌલાનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ ફતવો બહાર પાડીને કહ્યું હતું કે નવા વર્ષની શુભેચ્છાઓ આપવી અને પાર્ટી કરવી એ ગેર-ઈસ્લામિક છે.
આ ઉપરાંત, ફતવામાં જણાવાયું છે કે જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ કરવું એ ખ્રિસ્તી છે અને નવું વર્ષ એ ખ્રિસ્તી ધર્મની ઉજવણીની રીત છે. આવા કાર્યક્રમો ઇસ્લામમાં સખત પ્રતિબંધિત છે.
આ પણ વાંચો : એલોન મસ્કે ઠંડા પાડ્યા ટ્રમ્પનેઃ H-1B visa વિવાદમાં આવ્યો નવો વળાંક…
બરેલી સાથે જોડાયેલા મૌલવી રઝવીએ જણાવ્યું હતું કે, “નવા વર્ષની ઉજવણી દરમિયાન હોટલોમાં ડાન્સ પાર્ટી, અશ્લીલતા, ગુંડાગીરી, શરાબનું સેવન, સટ્ટાબાજી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
આ તમામ પ્રવૃતિઓ ઇસ્લામિક શરિયતમાં પ્રતિબંધિત છે. જો કોઈ છોકરો કે છોકરી આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો જોવા મળે છે તો તેને શરિયત મુજબ દોષિત ગણવામાં આવશે.” ફતવો આ સામાન્ય રીતે મુસ્લિમ સમુદાયના સભ્યો માટે જાહેર કરવામાં આવેલો એક ગેરકાયદેસર કાર્યવાહીનો એક ભાગ છે.