ગઈકાલે લોકસભાની ચૂંટણી-2024ના પરિણામો (Loksabh Election Result-2024) જાહેર કરવામાં આવ્યા અને એમાં ઘણાઓને અણધારી જિત મળી તો કોઈને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. બોલાવીડ એક્ટ્રેસ નેહા શર્મા (Bollywood Actress Neha Sharma)ના પિતા અજિત શર્માને પણ કોંગ્રેસે બિહારના ભાગલપુરથી ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. હવે નેહા શર્માએ પિતાની હાર માટે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરીને મેસેજ લખ્યો છે, જે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે ખાસ આ મેસેજમાં કે એ વાઈરલ થઈ રહ્યો છે-
યંગિસ્તાન (Yungistan), યમલા પગલા દિવાના (Yamala Pagla Deewana) અને તાન્હાજી (Tanhaji) જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ નેહા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે અને લખ્યું હતું કે અમારા માટે આ દિવસ ખૂબ જ કપરો હતો, અમે લોકોએ એકદમ કાંટે કી ટક્કરવાળી લડત આપી છે અને હું એ તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે મારા પિતા પર વિશ્વાસ રાખ્યો અને એમને મત આપ્યો.
તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે આપણે જ્યારે આગળના અધ્યાય માટે પાના પલટીએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ અમારી સૌથી મોટી સફળતા ક્યારેય અસફળ થવામાં નથી, પણ દર વખતે નિષ્ફળ થવા છતાં ફરી એક વખત ઉભા થઈને આગળ વધવામાં છે. સામે પહાડ હોય, સિંહની ગર્જના હોય તમારે ડરવાનું નથી. નિડર થઈને આગળ વધો, તમે બહાદુર છો.. એક્ટ્રેસે પોતાની પોસ્ટની સાથે સાથે જ હાર્ટનું ઈમોજી વાપરીને હેશટેગ ભાગલપુર લોકસભા પણ યુઝ કર્યું છે.
નેહા શર્મા (Neha Sharma)ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ચિરુથા ફિલ્મથી પોતાની એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ 2009માં ઈમરાન હાશ્મી સાથે ક્રૂક ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે ક્યા સુપર કૂલ હૈ હમ, જયંતિભાઈ કી લવ સ્ટોરી જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેણે પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને