ઉત્તર પ્રદેશમાં મહિલાને મળવા દબાણ કરતો હતો પ્રેમી, વાત ન માની તો પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી...
નેશનલ

ઉત્તર પ્રદેશમાં મહિલાને મળવા દબાણ કરતો હતો પ્રેમી, વાત ન માની તો પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી…

લખનઉ: ઉત્તર પ્રદેશના ફર્રૂખાબાદમાં એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક લંપટ મહિલાને તેની સાથે વાત કરવા અને તેને મળવા બોલાવવા માટે ટૉર્ચર કરતો હતો. આ શખ્સ મહિલા પર તેની સાથે વાત કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો.

જો કે મહિલાએ તેની વાત ન માની તો યુવકે મહિલા પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી, બાદમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન મહિલાએ દમ તોડી દીધો હતો. આ ઘટનામાં હચમચાવી નાખે તેવી વાત એ છે કે મહિલા સળગતી અવસ્થામાં સ્કૂટી ચલાવીને ડૉક્ટર પાસે પહોંચી હતી.

મળતી વિગતો અનુસાર મહિલા તેમના બાળકોના શિક્ષણ માટે ફર્રૂખાબાદમાં રહેતી હતી, જ્યારે તેના પતિને દિલ્હીમાં નોકરી છે. ત્રણેક દિવસ પહેલા મહિલા તેના પિયર ગઈ હતી, ત્યારે કોઈ કારણોસર તેને ડૉક્ટર પાસે જવું પડ્યું હતું.

આ દરમિયાન તે ડૉક્ટર પાસે પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનો કથિત પ્રેમી મળી ગયો હતો. આ દિપક મહિલા સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યો હતો અને આ મુદ્દે બંને વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો.

ચીસો પાડતી મહિલા હોસ્પિટલ પહોંચી
|આ જ બોલચાલની વચ્ચે દીપકે મહિલા પર જ્વલનશીલ પદાર્થ ફેંક્યો હતો અને આગ લગાડી દીધી હતી. આથી ઇજાગ્રસ્ત મહિલા ચીસો પાડતી પોતાની સ્કૂટી લઈને તેના ફેમિલી ડૉક્ટર પાસે પહોંચી હતી.

જય ડોક્ટરે મહિલાની સારવાર કરી મહિલાના પિતાને જાણ કરીને તાત્કાલિક બોલાવ્યા હતા અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.

ગંભીર રીતે ઘાયલ મહિલા સૌપ્રથમ જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સૈફઇ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી હતી, જો કે તે મેડિકલ કોલેજ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જો કે પરિવારના લોકોએ દાવો કર્યો હતો કે મહિલાએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે આ કૃત્ય દિપકે કર્યું છે અને તેને છોડશો નહિ. મહિલાને સળગાવી દેવા પાછળનું કારણ આરોપી દિપક છેલ્લા છ મહિનાથી મહિલાને તેની સાથે વાત કરવા માટે દબાણ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

આરોપી સહિત 5 અજાણ્યા લોકો સામે એફઆઈઆર
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે મહિલાના પિતાએ આપેલી જુબાની અનુસાર દિપક અને તેના સાથીઓએ મહિલાને જીવતા સળગાવી છે. પીડિતાના પિતાના નિવેદનના આધારે દિપક સહિત 5 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ માટે પોલીસ ચાર ટીમોને કામે લગાડી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો…Jab We Met: પ્રેમીને પામવા ગયેલી ઈન્દોરની શ્રદ્ધાને રતલામમાં જ મળ્યો તેનો પરણેતર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button