નેશનલ

Farmers Protest: ખેડૂતોએ શંભુબોર્ડર પર લાગેલા બેરીકેડ હટાવ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડયા

નવી દિલ્હી : પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડરથી શુક્રવારે બપોરે 1 વાગ્યે 101 ખેડૂતોના સમૂહે દિલ્હી તરફ પગપાળા કૂચ(Farmers Protest)શરૂ કરી હતી. ખેત ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી સહિતની કેટલીક માંગણીઓને લઈને ખેડૂતો કેન્દ્ર પર દબાણ લાવવા માટે કૂચ કરી રહ્યા છે. હરિયાણાની સરહદ પર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન હરિયાણા સરકારે શુક્રવારે અંબાલા જિલ્લાના 11 ગામોમાં મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવા 9 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.

પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો

જ્યારે 101 ખેડૂતોએ તેમના વિરોધ સ્થળથી દિલ્હી સુધી પગપાળા કૂચ શરૂ કરી હતી. પરંતુ તેમને થોડા મીટર દૂર બેરિકેડ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. હરિયાણા પોલીસે ખેડૂતોને આગળ ન વધવા જણાવ્યું હતું. જોકે તેમ છતાં કુચ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

જ્યારે બીજી તરફ, કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ કહ્યું કે ખેડૂતો સાથે વાતચીત માટે દરવાજા ખુલ્લા છે. જો તેઓ ફોન કરે તો અમે તેમને મળવા તૈયાર છીએ.

Also Read – Farmers Protest: ખેડૂતો દિલ્હી કુચ માટે મક્કમ, શંભુ-ખનૌરી બોર્ડર પોલીસની કિલ્લે બંધી

અંબાલામાં વિરોધ કરવા માટે જગ્યા આપવી જોઈએ

શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે, અમને શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ જવાની મંજૂરી આપવી જોઈએ અથવા અમારી માંગણીઓ પર અમારી સાથે વાતચીત થવી જોઈએ. ખેડૂતો તરફથી વાતચીતના દરવાજા ખુલ્લા છે. અમે કહેતા આવ્યા છીએ કે જો સરકાર વાત કરવા માંગે છે તો અમને કેન્દ્ર સરકારનો પત્ર બતાવો અથવા તો અમને અંબાલામાં વિરોધ કરવા માટે જગ્યા આપવી જોઈએ અથવા અમારી સાથે વાત કરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button