
ચંદીગઢ : પંજાબમા લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના(Farmers Protest)મુદ્દે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં ખેડૂત નેતાઓની અટકાયત બાદ હવે પોલીસ શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવી રહી છે. તેમજ અત્યાર સુધી 200 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ ખેડૂતોના પોસ્ટર, બેનરો, સ્ટેજ અને તંબુ દૂર કરી રહી છે. શંભુ અને ખાનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Farmers Protest: પંજાબમાં પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ સહિત અનેક ખેડૂત નેતાઓની અટકાયત…
પોલીસે શંભુ સરહદ પર વિરોધ સ્થળ ખાલી કરાવ્યું
શંભુ બોર્ડર પર પોલીસ કાર્યવાહી અંગે પટિયાલાના એસએસપી નાનક સિંહે કહ્યું કે શંભુ બોર્ડર પર ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. આજે ડ્યુટી મેજિસ્ટ્રેટની હાજરીમાં, પોલીસે યોગ્ય ચેતવણી આપ્યા પછી વિસ્તાર ખાલી કરાવ્યો છે. જેમાં કેટલાક લોકોએ ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી. તેથી તેને બસમાં બેસાડીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત અહીંના બાંધકામો અને વાહનોને દૂર કરવામાં આવી રહ્યા છે. આખો રસ્તો સાફ કરીને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. હરિયાણા પોલીસ પણ પોતાની કાર્યવાહી શરૂ કરશે. તેમની બાજુથી રસ્તો ખુલતાની સાથે જ હાઇવે પર ટ્રાફિક ફરી શરૂ થશે. ખેડૂતોએ સારો સહકાર આપ્યો અને તેઓ પોતે જ બસોમાં ચઢી ગયા હતા.
આ પણ વાંચો : દેશમા છેલ્લા 10 વર્ષમાં રાજનેતાઓ વિરુદ્ધ ED એ નોંધ્યા 193 કેસ, માત્ર બે કેસમાં જ સજા મળી
ડીઆઈજીએ સ્થળ ખાલી કરવા વિનંતી કરી
ડીઆઈજી રેન્જ પટિયાલા મનદીપ સિંહ સિદ્ધુ ખાનૌરી બોર્ડર પર પહોંચ્યા અને કહ્યું કે તમે આ ધરણા સ્થળ ખાલી કરવું પડશે. કારણ કે અમને ઉપરથી આદેશ મળ્યો છે, તેથી તે તમારા હિતમાં છે.તેથી તમારે પાછા હટી જવું જોઈએ કારણ કે તમારા દીકરા-દીકરીઓ પણ પોલીસ કર્મીઓમાં છે. તેથી અમે વિનંતી કરીએ છીએ કે આ સ્થળને ખાલી કરો