Farmers Protest: ખનૌરી બોર્ડર પર ધમાલ, પરાળીમાં ચાંપી આગ, 12 પોલીસ ઘાયલ
ચંદીગઢ-મેરઠઃ ખેડૂતોની સરકાર સાથે મંત્રણા નિષ્ફળ રહ્યા પછી ખેડૂતોએ દિલ્હીમાં કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં ઘૂસવાની કોશિશ કરી હતી, જેમાં તેમને રોકવા માટે હરિયાણા પોલીસે ટિયર ગેસ છોડવામાં આવ્યા હતા. ખનૌરી બોર્ડર પર પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારા સાથે લાઠી અને ગંડાસેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસના જવાનો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પંજાબને હરિયાણા સાથે જોડતા ખનૌરી બોર્ડર નજીક હજારોની સંખ્યામાં ખેડૂતોએ પરાળી લાવ્યા હતા, જેમાં મરચાના પાવડર નાખીને સળગાવી હતી. પરિણામે પોલીસે ટિયર ગેસ છોડીને અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તેમનો ઘેરાવ કર્યો હતો, જેમાં લોકોએ પોલીસનો ઘેરાવ કરતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં 12 પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે.
ભારતીય કિસાન યુનિયન(બીકેયુ)એ પોતાની માંગણીઓને લઇને યુપીના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ શ્રેણીમાં મેરઠ કલેક્ટર કચેરી ખાતે પણ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ખુદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કર્યું હતું. તેમના નેતૃત્વમાં સેંકડો ખેડૂતોએ ટ્રેક્ટર સાથે ડીએમ ઓફિસ તરફ કૂચ કરી હતી. ઘણા ખેડૂતો બેરિકોડ તોડીને ટ્રેક્ટર સાથે કલેક્ટર કચેરીની અંદર પહોંચ્યા હતા.જેના કારણે કલેક્ટર કચેરીમાં વાતાવરણ ગરમાયું હતું.
વિરોધ દરમિયાન ટ્રેક્ટર ચલાવતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમારો વિરોધ સમગ્ર દેશમાં જિલ્લા મુખ્યાલયોમાં ચાલી રહ્યો છે. આજે બપોરે ૩ વાગ્યા સુધી વિરોધ કરવામાં આવશે, ત્યાર બાદ આગળની રૂપરેખા બનાવવામાં આવશે. હવે યુનાઇટેડ કિસાન મોરચાની બેઠકમાં નક્કી થશે કે અમારે દિલ્હી જવું છે કે નહીં. અથવા કોઇ અન્ય રીતે પ્રદર્શન કરવું. અમારી મીટિંગ ૨૨ ફેબ્રુઆરીએ છે.
રાકેશ ટિકૈત મેરઠમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા હતા. તેમના નેતૃત્વમાં ખેડૂતોએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા અને ટ્રેક્ટર પર સવાર થઇને કલેક્ટર કચેરીની અંદર પહોંચ્યા હતા. ટિકૈતે કહ્યું હતું કે સમગ્ર દેશના ખેડૂતો ખેડૂતોના આંદોલનના સમર્થનમાં એક થયા છે.
ખેડૂતોના વિરોધને લઇને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરંતુ પોલીસ તેમને રોકવામાં નિષ્ફળ રહી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીમાં ઘૂસ્યા હતા. જોકે આ અંગે રાકેશ ટિકૈતે કહ્યું કે પોલીસ અમને ખુદ રોકી રહી નથી. આ દરમિયાન વાતાવરણ એકદમ ગરમ બની ગયું હતું.