નેશનલ

ખેડૂતો ફરી દિલ્હી તરફ આદરી કૂચ કરી શકે! આજે પંજાબના સંગરુરમાં ખેડૂતોની બેઠક

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ખેતી અંગેના નવા ત્રણ કાયદાઓ રજુ કર્યા બાદ પંજાબ, હરિયાણ, ઉત્તરપ્રદેશ સહીત દેશભરના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો, જેને કારણે હરિયાણા-દિલ્હી બોર્ડર પર વ્યાપક આંદોલન(Farmers Protest) જોવા મળ્યું હતું. એવામાં ખેડૂત આંદોલન ફરી ભડકે તેવી શક્યતા છે. પંજાબના સંગરુર(Sanagrur)માં ખનૌરી બોર્ડર પર આજે સોમવારે ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલના નેતૃત્વમાં બિનરાજકીય ખેડૂત મોરચાની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક બાદ અન્ય ખેડૂત સંગઠનો સાથે પણ બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે ખેડૂતોની આ બેઠકમાં દિલ્હી કૂચ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, ગત અઠવાડિયે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે શંભુ બોર્ડર ખોલવા હરિયાણા સરકારને આદેશ આપ્યો હતો, બાદમાં સુપ્રીમ કોર્ટે પણ હરિયાણા સરકારને અંબાલા નજીક શંભુ બોર્ડર પર બેરિકેડિંગ હટાવવા કહ્યું છે. ગત 13 ફેબ્રુઆરીમાં ખેડૂતોને દિલ્હી તરફ કુચ કરતા રોકવા શંભુ બોર્ડર સીલ કરવામાં આવી હતી.. હાઈવે બ્લોક કરવા અંગે સુપ્રીમ કોર્ટે પણ સવાલો ઉઠાવ્યા છે.

પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતો ફેબ્રુઆરીથી પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અને અન્ય માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે કોર્ટે એક સપ્તાહમાં શંભુ બોર્ડર ખોલવાના આદેશ આપ્યા બાદ ખેડૂત સંગઠનો સક્રિય થઇ ગયા છે. ખેડૂતો હવે દિલ્હી કૂચ કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. સંગરુરની ખનૌરી બોર્ડર પર ખેડૂતોની આ મહત્વપૂર્ણ બેઠકમાં દિલ્હી કૂચ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

10 જુલાઈના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારને શંભુ બોર્ડર એક અઠવાડિયાની અંદર બેરિકેડ ખોલવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પંજાબ સરકારને એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો કે જો જરૂરી હોય તો તેમના વિસ્તારમાં એકઠા થયેલા દેખાવકારોને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button