નેશનલ

ફરીદકોટ: દાસુવાલ ગેંગના ત્રણ સભ્યોની પોલીસે કરી ધરપકડ, છ રાઉન્ડ ગોળીબાર પણ થયો…

ફરીદકોટ: પંજાબમાં ફરીદકોટ પોલીસે મોટી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણ ફરીદકોટ પોલીસે ગેંગસ્ટર પ્રભ દાસુવાલ સામે આ કાર્યવાહી કરી છે. પ્રભુ દાસુવાલ ગેંગના ત્રણ સભ્યોની પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલો મળ્યાં છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ધરપકડ પહેલા ગેંગના મુખ્ય શૂટર અને પોલીસ વચ્ચે આશરે છ રાઉન્ડ ગોળીબાર થયો હતો. શૂટર લાંબા સમયથી સક્રિય હતો અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

મુખ્ય શૂટર અને પોલીસ વચ્ચે આશરે છ રાઉન્ડ ફાયરિંગ થયું

પોલીસ તપાસ પ્રમાણે, આરોપી અર્શદીપ સિંહે ગેંગસ્ટર પ્રભ દેસુવાલના ઈશારે ટાર્ગેટ કિલિંગ કર્યું હતું. છેલ્લા કેટલાય સમયથી આ ગેંગ સતત ભય ફેલાવી રહી છે અને વિસ્તારમાં કોન્ટ્રાક્ટ કિલિંગ કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. આજે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસ અને ગેંગ વચ્ચે 6 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું.

આરોપીઓ પાસેથી બે પિસ્તોલ સહિત અનેક હથિયારો જપ્ત કરાયા

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી બે પિસ્તોલ સહિત અનેક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે, અત્યારે જે ત્રણ ગેંગ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર આ પહેલા પણ અનેક ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદો દાખલ થયેલી છે. આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવશે તેમાં અનેક મહત્વની વિગતો જાણવા મળશે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાના કારણે ઘણી માહિતી મળી શકે તેમ છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button