AI વડે બહેનોના અશ્લિલ ફોટો બનાવી યુવકને બ્લેકમેલ કર્યો, બદનામીના ડરથી આત્મહત્યા કરી

ફરીદાબાદ: વિવિધ ફિલ્ડમાં AI ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, સાથે સાથે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. AI દુરુપયોગે એક હરિયાણાના ફરીદાબાદમાં એક 19 વર્ષીય યુવકનો ભોગ લીધો છે. બે અજાણ્યા શખ્સોએ કોલેજના વિદ્યાર્થીની બહેનોના AI વડે જનરેટે કરાયેલા અશ્લિલ ફોટો બનાવ્યા હતાં અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું, યુવકે ગભરાઈને આત્મહત્યા કરી લીધી.
આ ઘટના ઓલ્ડ ફરીદાબાદની બાસેલવા કોલોનીમાં બની હતી. અહેવાલ મુજબ બદમાશોએ રાહુલ ભારતી નામના યુવકનો ફોન હેક કરી તેની બહેનોના ફોટો મળેવી લીધા હતાં અને AI વડે અશ્લીલ ફોટો અને વિડીયો જનરેટ કર્યા હતાં. બ્લેકમેલરોએ વોટ્સ એપ પર રાહુલનો આ સંપર્ક કર્યો અને ફોટો સોશિયલ પબ્લીશ કરવાની ધમકી આપી હતી.
આટલા રૂપિયાની ખંડણી માંગી:
અહેવાલ મુજબ આરોપીઓએ રાહુલ પાસેથી 20,000 રૂપિયાની માંગણી કરી હતી અને ધમકી આપી કે જો તે પૈસા નહીં આપે તો ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવશે. શનિવારે સાંજે રાહુલે તેના રૂમમાં જંતુનાશક ગોળીઓ ખાઈ લીધી હતી. તેના પરિવારજનો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું.
દીકરાની વર્તન બદલાઈ ગયું:
રાહુલના પિતાએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દીકરાનો મોબાઇલ ફોન હેક કરવામાં આવ્યો હતો. રાહુલને વોટ્સએપ પર તેના અને તેની બહેનોના AI-જનરેટેડ મોર્ફ કરેલા અશ્લિલ ફોટો અને વીડિયો મળ્યા હતાં. રાહુલને વારંવાર ધમકી આપવામાં આવી હતી અને બદનામીના ડરને કારણે તે 15 દિવસથી એકલો રહેવા લાગ્યો હતો. તે બરાબર જમતો ન હતો, કોઈ સાથે વાત પણ ન હતો કરતો. મોટાભાગનો તેના રૂમમાં જ સમય વિતાવતો હતો.
પોલીસે તપાસ શરુ કરી.
રાહુલના ફોનની તપાસ કરતા તેના પિતાને સાહિલ નામના શખ્સ સાથે લાંબી વોટ્સએપ ચેટ્સ મળી. સાહિલે રાહુલને ફોટો પબ્લીશ કરી દેવાનો ધમકી આપી હતી. તેણે રાહુલને આત્મહત્યા કરવા ચેલેન્જ પણ આપી હતી. તેણે સુસાઈડ કરવાની રીતો પણ સૂચવી હતી.
પીડિત પરિવાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે પોલીસે રાહુલના મિત્ર સહિત બે શખ્સો સામે ભરતીય ન્યાય સંહિતાની કલાકોને આધારે FIR નોંધી છે. પોલીસ રાહુલના ફોન, ચેટ હિસ્ટ્રી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે.
આપણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો ડ્રગ્સનો દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ, 25 કરોડનું હેરોઈન જપ્ત



