આ Famous Choreographer, Director પર તૂટ્યો દુઃખોનો પહાડ | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

આ Famous Choreographer, Director પર તૂટ્યો દુઃખોનો પહાડ

બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર, ડિરેક્ટર ફરાહ ખાન (Bollywood Choreographer, Director Farah Khan) અને સાજિદ ખાન (Sajid Khan)ની આંખના આંસુ સુકાઈ નથી રહ્યા કારણ કે તેમની માતા મેનકા ઈરાનીનું આજે લાંબી બીમારીને કારણે નિધન થયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તીસ માર ખાં ફેમ ડિરેક્ટની માતા મેનકા લાંબા સમયથી બીમાર હતા અને નાણાવટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા બાદ તેમની તબિયત પાછી બગડી હતી અને તેમની બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. માતાના નિધનથી ફરાહ અને સાજિદ એકદમ દુઃખી થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 12મી જુલાઈના જ ફરાહ ખાને સોશિયલ મીડિયા પર પોતાની માતા માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને તે ઓળખતી હોય એવી બહાદુર વ્યક્તિ ગણાવી હતી. ફરાહે પોતાની પોસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે તેની માતાની સર્જરી થઈ હતી અને તેણે માતાને જન્મદિવસની શુભેચ્છા આપતા બે ફોટો પણ શેર કર્યા હતા. જન્મદિવસના બે અઠવાડિયા બાદ આજે ફરાહ અને સાજિદની માતાનું નિધન થયું હતું.

ફરાહ ખાતે પોતાની પોસ્ટમાંએવું પણ લખ્યું હતું કે આપણે બધા જ આપણી માતાને હળવાશમાં લઈએ છીએ અને એમાં પણ ખાસ કરીને હું. ગયા મહિને જ એ વાતનો ખુલાસો થયો કે હું મારી માતા મેનકાને કેટલો પ્રેમ કરું છું. એ સૌથી મજબૂત અને બહાદુર વ્યક્તિઓમાંથી એક છે. અનેક સર્જરી બાદ પણ તેનો સેન્સ ઓફ હ્યુમર બરકરાર છે. જન્મદિવસની શુભેચ્છા મમ્મી.. આજે ઘરે પાછા ફરવા માટે બેસ્ટ દિવસ છે. હું તને ખૂબ જપ્રેમ કરું છું. ફરાહની આ પોસ્ટ પર કાજોલ, હુમા કુરેશી, ગૌહર ખાન, અભિષેક બચ્ચન અને ભારતીય સિંહે કમેન્ટ કરી હતી.

Also Read –

Back to top button