નેશનલ

નકલી ભારતીય રૂપિયાની નોટોના રેકેટનો પર્દાફાશ…

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શનિવારે એટલે કે બે ડિસેમ્બરના રોજ દેશમાં ઘણી જગ્યાએ ચાલતી નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કરવા માટે ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. જેમાં નકલી ચલણી નોટો, કરન્સી પ્રિન્ટીંગ પેપર, પ્રિન્ટર અને ડીજીટલ ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડા 24 નવેમ્બર 2023ના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 489B, 489C અને 489D હેઠળ નોંધાયેલા કેસ માટે કરવામાં આવેલા સર્ચ ઓપરેશનના ભાગરૂપે પાડવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે અમને મળેલી કેટલીક વિશ્વસનીય માહિતીના આધારે NIAની ટીમોએ મહારાષ્ટ્રના કોહલાપુરમાં આરોપી રાહુલ તાનાજી પાટીલ ઉર્ફે જાવેદ, ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં વિવેક ઠાકુર ઉર્ફે આદિત્ય સિંહ, કર્ણાટકના બલ્લારી જિલ્લામાં મહેન્દ્ર અને મહારાષ્ટ્રના યવતમાલમાંથી શિવા પાટીલ ઉર્ફે ભીમરાવ અને બિહારના રોહતાસ જિલ્લામાં શશિ ભૂષણની ધરપકડ કરવામાં આવી હતી.

સર્ચ ઓપરેશન દરમિયાન વિવેક ઠાકુર ઉર્ફે આદિત્ય સિંહના ઘરેથી રૂ. 6,600ની નકલી નોટો મળી હતી જેમાં રૂ. 500, રૂ. 200 અને રૂ. 100ની નોટો હતી તેમજ નોટ છાપવાના દસ્તાવેજો પણ મળ્યા હતા. શિવા પાટીલ ઉર્ફે ભીમરાવ અને તેના સાથીઓ મળીને સમગ્ર ભારતમાં ફરીને અનેય દેશોમાંથી નકલી ચલણ માટેનો સામાન અને તેની પ્રિન્ટીંગની સામગ્રી ખરીદતો હતો.

NIAની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાહુલ તાનાજી પાટીલ ઉર્ફે જાવેદ નકલી ચલણી નોટો સપ્લાય કરવાનું કામ કરતો હતો. અને તેના માટે તે જુદા જુદા સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. તેમજ મહેન્દ્રના ઘરની તલાશી દરમિયાન એફઆઈસીએન માટે વપરાતું પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ આ ચારેયને પકડીને આગળની કાર્યવાહી કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button