Fact Check: એક પરિવાર એક નોકરી, અભણને 25 હજાર પગાર; વાયરલ દાવાની આ છે હકીકત

PIB Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક મેસેજ વાયરલ થતાં હોય છે, જેમાં ઘણા ભ્રામક હોય છે. હાલ આવો જ એક થંબનેલ વાયરલ થયો છે, જેમાં એક પરિવાર એક સરકારી નોકરી, અભણને 25 હજાર પગારનો દાવો કરવામાં આવ્યો છે.
વાયરલ મેસેજમાં શું કરવામાં આવ્યો છે દાવો
યુટ્યૂબ પર રાજા ટેક્નોલોજી ટિપ્સ નામની ચેનલના વીડિયોનો થંબનેલ વાયરલ થયો છે. આ ચેનલના 40 હજાર જેટલા ફોલોઅર્સ છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે, એક પરિવાર એક નોકરી યોજના, તમામને નોકરી મળશે. અભણને 25 હજાર, પાંચ પાસને 30 હજાર, આઠ પાસને 35 હજાર, 10મું પાસને 40 હજાર, ગ્રેજ્યુએટને 80 હજાર પગાર આપવામાં આવશે. આ રીતે માત્ર 2 મિનિટમાં જ અરજી કરો. આ પોસ્ટમાં પીએમ મોદીની તસવીર પણ છે, જેનાથી લોકોને કેન્દ્ર સરકારની આ કોઈ યોજના હશે તેમ લાગે છે.
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે શું કહ્યું
કેન્દ્ર સરકારના પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ દાવાની હકીકત જણાવી છે. આ ટીમે કહ્યું, આ દાવો ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક પરિવારના એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે તેવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. યુટ્યૂબ ચેનલનો આવો ફેક થંબનેલ બનાવીને ફોલોઅર્સ, વ્યૂઝ વધારવાની રીત હોઈ શકે છે. રાજા ટેકનોલોજી ટિપ્સ ચેનલ તરફથી કરવામાં આવેલો નોકરીનો દાવો સંપૂર્ણ રીતે ફેક છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.