નેશનલ

EVMના હેકિંગ થવાના આરોપ પર ચૂંટણી પંચની પ્રતિક્રિયા “ડિવાઇસને કોઈ હેક ન કરી શકે”

મુંબઈ: આજે EVMનો વિવાદ ચગ્યો છે ત્યારે અન્ય એક સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે કે જ્યાં રવીન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ મતગણતરી વિસ્તારમાં મોબાઈલ રાખવાને લઈને ચાલતા કેસમાં અખબારોમાં પ્રસિદ્ધ થયેલ સમાચારોને લઈને ચૂંટણી પંચે નિવેદન આપ્યું હતું કે EVM અનલોક કરવા માટે કોઈ OTP લાગતો નથી અને ઇવીએમ કોઈ અન્ય ડિવાઇસ સાથે જોડાયેલું પણ નથી હોતું. સમાચારોમાં ચાલી રહેલ ખબરો પાયાવિહોણી છે અને આ એક Standaloneસિસ્ટમ છે જે સ્વતંત્ર રીતે જ કામ કરે છે.

આ પણ વાંચો: Rahul Gandhi એ ચૂંટણી પરિણામ બાદ EVM પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત

શિવસેના શિંદે જૂથના સાંસદ રવીન્દ્ર વાયકરની વિરુદ્ધમાં મુંબઈ પોલીસ દાખલ કરેલ ફરિયાદને લઈને ફરી એકવખત EVMને લઈને ધમાસાણ મચી ગયું છે. આ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ બળિયા બની ગયા ગયા હતા. આ મુદ્દે વિપક્ષે અમુક આરોપો લગાવ્યા હતા જેને લઈને ચૂંટણી પંચે કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે EVM અનલોક કરવા માટે OTPની જરૂર નથી.

ચૂંટણી પંચ વતી રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ કહ્યું કે આજે આવેલા સમાચાર અંગે ઘણા લોકોએ ટ્વિટ કર્યું છે. EVM અનલોક કરવા માટે OTPની જરૂર નથી અને EVM ઉપકરણ કોઈની સાથે જોડાયેલ નથી, અખબાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સમાચારો સંપૂર્ણ ખોટા છે. EVM એક સ્વતંત્ર સિસ્ટમ છે. આ સમાચાર પ્રકાશિત કરવા બદલ અમે અખબારોને નોટિસ પણ પાઠવી છે. તેમજ IPC કલમ 499 હેઠળ માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઈલોન મસ્કએ EVM હેકિંગ અંગે ચિંતા વ્યક્ત કરી! ભાજપ નેતાએ વળતો જવાબ આપ્યો

તેણે વધુમાં જણાવ્યું હતું કે મેં અખબારના રિપોર્ટરને આ અંગે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેમને IPCની કલમ 505 અને 499 હેઠળ નોટિસ મોકલશે. ગૌરવને જે મોબાઈલ રાખવા દીધો હતો તે મોબાઈલ તેનો જ હતો. પોલીસ તપાસ બાદ અમે આંતરિક તપાસ કરવી કે નહીં તે અંગે વિચારશું. તેમણે CCTV ફૂટેજ આપવા બાબતે કહ્યું હતું કે અમે કોર્ટના આદેશ વિના કોઈને પણ સીસીટીવી ફૂટેજ આપી શકીએ નહિ, પોલીસને પણ નહિ.

મુંબઈ પોલીસ દ્વારા રવિવારે શિવસેના શિંદે જૂથના સાંસદ રવીન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ કેસ દાખલ કરવાંઆ આવ્યો છે. લોકસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન ગોરેગાવમાં એક કેન્દ્ર પર એક મોબાઈલ પ્રતિબંધ હોવા છતાં ત્યાં મોબાઈલ લઈ જવાને લઈને પોલીસ દ્વારા આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ બાબતને લઈને મતગણતરીના દિવસે પણ ભારે વિવાદ થયો હતો. આ મોબાઈલથી OTP જનરેટ કરવામાં આવ્યો હોવાનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી