નેશનલ

નિવૃત્તિની તૈયારી છે? તો પેન્શન મેળવવા માટે જાણી લો આ નિયમો, નહીંતર…

સરકારી કે ખાનગી દરેક પ્રકારની નોકરી કરતા કર્મચારીઓના પગારમાંથી અમુક ટકા રકમ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના ખાતામાં જમા થાય છે. નિવૃત્તિ બાદ આ રકમ કર્મચારીને મળતી હોય છે. EPFOના ખાતામાં જમા થતી રકમને લઈને કર્મચારીઓના મનમાં ઘણા સવાલ થતા હોય છે. પેન્શન ક્યારે મળશે? EPFOમાં જમા થયેલી રકમ પર નિવૃત્તિ બાદ પણ વ્યાજ મળશે કે નહીં? કર્મચારીના મનમાં આવા પ્રશ્નો થતા હોય છે. જે કર્મચારીઓ ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે, તેમના મનમાં આ પ્રશ્નો સૌથી વધારે પ્રમાણમાં થતા હોય છે. અહીં આવા કેટલાક પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા છે.

EPSની પૂરેપૂરી રકમ ક્યારે ઉપાડી શકાય?
ક્યારેક આર્થિક તંગી કે અન્ય જરૂરિયાતના કારણે કેટલાક કર્મચારીઓ EPSની તમામ રકમ ઉપાડી લેવા ઈચ્છતા હોય છે. પરંતુ EPSની પૂરેપૂરી રકમ નોકરી શરૂ કર્યાના 10 વર્ષની અંદર જ ઉપાડી શકાય છે. જો તમારી નોકરીને 10 વર્ષ કરતા વધુનો સમય થઈ ગયો છે, તો તમે પૂરેપૂરી રકમ ઉપાડી શકશો નહીં. 10 વર્ષથી વધુ નોકરી કરવાના કારણે તમે માસિક પેન્શનના હકદાર બની જાવ છો. જે તમને 58 વર્ષની ઉંમર બાદ દર મહિને મળશે.

કેવી રીતે મળશે પેન્શન?
જો તમને નિવૃત્તિ બાદ તરત પેન્શન જોઈએ છીએ, તો તમારે ફોર્મ 10D ભરવું પડશે. આ ફોર્મ ઓફલાઈન ભરવાનું હોય છે. કારણ કે તેને ઓનલાઈન ભરવામાં આવતું નથી. આ ફોર્મ ભરીને તમારી નજીકની EPFO કચેરી ખાતે જમા કરાવવાનું હોય છે. તમારી નિવૃત્તિની તારીખ જેવી નજીક આવે કે તરત આ ફોર્મ ભરીને જમા કરાવી દેવું જોઈએ. કારણ કે, EPFO કચેરી ખાતે તેની પ્રક્રિયા પૂરી થવામાં કેટલાક અઠવાડિયાનો સમય લાગે છે.

નિવૃત્તિ બાદ પણ EPFની રકમ પર વ્યાજ મળશે?
નિવૃત્તિ બાદ પણ જ્યાં સુધી તમે તમારી રકમ ઉપાડી નથી લેતા, ત્યાં સુધી EPF ખાતામાં વ્યાજ મળતું રહેશે. દા.ત. જો તમે 31 જાન્યુઆરી 2025ના રોજ નિવૃત્ત થયા છો, તો તમને આગામી 3 વર્ષ એટલે કે જાન્યુઆરી 2028 સુધી વ્યાજ મળી શકે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન EPF ખાતામાં કોઈ લેવડ-દેવડ થયેલી ન હોવી જોઈએ. 3 વર્ષ બાદ આ ખાતુ નિષ્ક્રિય થઈ શકે છે અને વ્યાજ મળવાનું બંધ થઈ શકે છે.

આપણ વાંચો : PF, પેન્શન અને પ્રોફાઇલ અપડેટ હવે સરળ: EPFOના નવા નિયમો લાગુ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button