
નવી દિલ્હી : ઈપીએફઓ દ્વારા કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં નિયમોમાં ફેરફાર કરીને તેને સરળ બનાવવામાં આવ્યા છે. જેમાં નોકરી બદલતી વખતે પીએફ, સર્વિસ રેકોર્ડ અથવા પેન્શન લાભ પર અસર ના થાય તેનો કર્મચારીને સતત ભય રહે છે. જેના લીધે ઈપીએફઓએ નિયમ બદલાવ કર્યો છે. જેનો લાભ લાખો કર્મચારીઓને અને તેમના પરિવારને મળશે. જેમાં કર્મચારીની બે નોકરી વચ્ચે મહત્તમ 60 દિવસનો સમયગાળો હશે તો તેને સળંગ નોકરી ગણવામાં આવશે.
સળંગ નોકરી ગણવામાં આવશે
જેના ઈપીએફઓએ નોકરી બદલવા અને એમ્પ્લોય ડિપૉઝિટ લિંક ઇન્શ્યોરન્સ (EDLI)યોજનાના અમલીકરણ નિયમોને સરળ બનાવ્યા છે. નવા નિયમો હેઠળ જો બે નોકરી વચ્ચે મહત્તમ 60 દિવસનો સમયગાળો હશે તો તેને સળંગ નોકરી ગણવામાં આવશે. જેનાલીધે કર્મચારીઓને રાહત મળી છે.
ફેરફારની અસર સીધી રીતે વીમા લાભ પર
ઈપીએફઓના આ ફેરફારની અસર સીધી રીતે વીમા લાભ પર થશે. જેમાં નવા નિયમ અનુસાર ઈપીએફઓનો સભ્ય તેના છેલ્લા પીએફ જમા કરાવ્યાના 60 દિવસમાં મૃત્યુ પામે છે અને કંપનીના રેકોર્ડ મુજબ કર્મચારી તરીકે નોંધાયેલ હોય તો તેના પરિવારને વીમા લાભ મળશે. આ પૂર્વે આવ
દાવા સર્વિસ બ્રેકનો ઉલ્લેખ કરીને દાવાને નકારવામાં આવતા હતા.
ગેઝેટમાં આવતી રજાને પણ સર્વિસ બ્રેક ગણવામાં નહી આવે
આ ઉપરાંત અન્ય એક બદલાવમાં શનિવાર, રવિવાર અથવા નોકરી બદલવા દરમિયાન ગેઝેટમાં આવતી રજાને પણ સર્વિસ બ્રેક ગણવામાં નહી આવે. આ પૂર્વે કર્મચારી નોકરી બદલે તો સાપ્તાહિક રજા અને નવી કંપનીમાં જોડાય તે સમયગાળાને બ્રેક ગણવામાં આવતો હતો. તેમજ આ ગાળામાં કર્મચારીનું મૃત્યુ થાય તો તેને વીમા લાભ મળતા ન હતા.
ઈપીએફઓએ લઘુત્તમ વીમા રકમ અંગે પણ નિર્ણય લીધો
ઈપીએફઓએ લઘુત્તમ વીમા રકમ અંગે પણ એક મોટો નિર્ણય લીધો છે. હવે મૃત્યુ પહેલાં સતત 12 મહિના સુધી કામ ન કરનારા અથવા જેમના પીએફ ખાતામાં બેલેન્સ રૂપિયા 50,000 થી ઓછું હતું તેવા કર્મચારીઓના આશ્રિતોને પણ ઓછામાં ઓછા રૂપિયા 50,000 નો વીમા લાભ મળશે. આ પૂર્વે આ કિસ્સાઓમાં પરિવારોને બહુ ઓછા અથવા કોઈ લાભ મળ્યા ન હતા.
મંત્રાલયે નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો
શ્રમ અને રોજગાર મંત્રાલયના ધ્યાનમાં એવા ઘણા કિસ્સા આવ્યા છે જેમાં નોકરી બદલતી વખતે કર્મચારીનું મૃત્યુ થયું હતું, પરંતુ તેમના પરિવારને તકનીકી કારણોસર વીમા લાભ નકારવામાં આવ્યા હતા. આ પછી, મંત્રાલયે નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો. ઈપીએફઓ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કર્મચારીના મૃત્યુ પછી કર્મચારીના પરિવારને વીમા લાભ મેળવવામાં બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.



