નેશનલ

જનતા દળ (એસ.)નો એનડીએમાં પ્રવેશ

નવી દિલ્હી: કર્ણાટકના પ્રાદેશિક પક્ષ જનતા દળે (સેક્યુલર) ભાજપ સાથે જોડાણ કરવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે જનતા દળ (એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અગાઉ જનતા દળ (એસ)ના જોડાવાથી કર્ણાટકમાં ભાજપને રાજકીય લાભ થશે. કુમારસ્વામી સાથેની બેઠક પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)નો હિસ્સો બનવાનો જેડીએસે નિર્ણય કર્યો છે તેનો મને આનંદ છે. એનડીએમાં
અમે તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીયે છે. ‘ન્યૂ ઈન્ડિયા સ્ટ્રોન્ગ ઈન્ડિયા’ (નૂતન ભારત, મજબૂત ભારત)નું વડા પ્રધાન મોદીનું વિઝન સાકાર થવાની દિશામાં આગળ વધારો અને એનડીએ મજબૂત થશે. નડ્ડા સાથેની બેઠકમાં અમિત શાહ પણ હાજર હતા.
કર્ણાટકમાં કૉંગ્રેસ અને ભાજપ બે મુખ્ય પક્ષ છે. જનતા દળ (એસ)નો પણ પ્રભાવ છે. તાજેતરમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી થઈ હતી જેમાં જનતાદળ (એસ)એ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ચૂંટણીમાં કર્ણાટકના દક્ષિણ ભાગમાં ભાજપ વર્ષોથી નબળો દેખાવ કરે છે. ત્યાં જેડી (એસ) ઘણો પ્રભાવ ધરાવે છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં જનતાદળ (એસ)ના જોડાણથી કર્ણાટકમાં ભાજપને ફાયદો થશે તેવું રાજકીય પંડિતો માને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button