પંજાબમાં ચાલતી ટ્રેનથી અલગ થયેલું એન્જિન 3 કિલોમીટર દૂર પહોંચ્યું, મોટી દુર્ઘટના ટળી

પંજાબમાં (Punjab) ફરી એકવાર રેલવે (Railway)તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં લુધિયાણાના ખન્ના ખાતે ટ્રેક પર ચાલી રહેલી અર્ચના એક્સપ્રેસનું (Archana Express) એન્જિન અચાનક બોગીથી અલગ થઈ ગયું અને લગભગ ત્રણ કિલોમીટર સુધી ચાલતું રહ્યું. ટ્રેક પર કામ કરતા કી-મેને એલાર્મ વગાડ્યું અને ડ્રાઇવરને જાણ કરી. આ પછી ડ્રાઈવરે એન્જિન બંધ કરી દીધું અને એન્જિનને બોગી સાથે જોડ્યું. આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. સદ્ભાગ્ય એ હતું કે તે સમયે જ્યાં બોગીઓ ઊભી હતી ત્યાં બીજી કોઈ ટ્રેન પાટા પર આવી ન હતી. નહીંતર મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. ટ્રેનમાં બેથી અઢી હજાર મુસાફરો હતા.
કી-મેને એલાર્મ વગાડ્યું અને ડ્રાઈવરને જાણ કરી.
જેમાં મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 12355/56 અર્ચના એક્સપ્રેસ પટનાથી જમ્મુ જઈ રહી હતી. સરહિંદ જંકશન પર ટ્રેનનું એન્જિન બદલવામાં આવ્યું હતું. આ પછી ખન્ના સ્ટેશનથી એન્જિન ખૂલી ગયું હતું અને લગભગ ત્રણ કિલોમીટર સુધી એકલું દોડતું રહ્યું. આ અકસ્માત આજે સવારે 9.20 કલાકે થયો હતો. ટ્રેક પર કામ કરતા કી-મેને એલાર્મ વગાડ્યું અને ડ્રાઈવરને આ અંગે જાણ કરી.
રેલવે હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે
ડ્રાઈવરે એન્જિન બંધ કરી દીધું. આ અંગે રેલવે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ડ્રાઈવર એન્જિન પાછું લાવ્યા અને પછી તેને ટ્રેન સાથે જોડી દીધું. આ અકસ્માતથી રેલવે અધિકારીઓમાં આશ્ચર્યમાં મુકાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે બોક્સ અને એન્જિન વચ્ચેનો ક્લેમ્પ તૂટી ગયો. જેના કારણે એન્જિન અલગ થઈ ગયું. રેલવે હાલમાં તેની તપાસ કરી રહી છે.
રેલવે લાઈનો પર ઊભેલા મુસાફરોથી ભરેલા હતા કોચ
આ ઘટના બાદ મુસાફરો ગભરાય ગયા હતા. એન્જિન ખન્ના સ્ટેશનથી આગળ વધી ગયું હતું જ્યારે મુસાફરોથી ભરેલા કોચ ખન્નાથી આગળ સમરાલા ફ્લાયઓવર પાસે રેલ્વે લાઈનો પર ઊભા રહ્યા હતા. ટ્રેનના કોચ એટેન્ડન્ટે જણાવ્યું કે ટ્રેન અર્ચના એક્સપ્રેસ પટનાથી જમ્મુ જઈ રહી હતી. સરહિંદ જંકશન પર ટ્રેનનું એન્જિન બદલવામાં આવ્યું હતું. જેનો વાયરલેસ દ્વારા રેલવે અધિકારીઓને મેસેજ આપ્યો હતો.