દિલ્હી- વારાણસી Vande Bharat Express ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાઇ, યાત્રીઓને બીજી ટ્રેનથી કાનપુર પહોંચાડ્યા

ઈટાવા : ઉત્તર પ્રદેશના ઈટાવામાં વંદે ભારત એક્સપ્રેસના( Vande Bharat Express)એન્જિનમાં અચાનક ખામી સર્જાઇ હતી. આ હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી વારાણસી તરફ જઈ રહી હતી. એન્જિનમાં ટેકનિકલ ખામીના કારણે ટ્રેન ભરથાણા રેલવે સ્ટેશન પર ઉભી છે. ટ્રેનમાં ઉભી થયેલી ટેકનિકલ ખામી દૂર કરવા માટે ટીમ સતત કામ કરી રહી છે. જ્યારે ભરથાણા સ્ટેશનથી લગભગ 750 મુસાફરોને અયોધ્યા વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ દ્વારા કાનપુર લઈ જવામાં આવી રહ્યા છે. આ તમામ મુસાફરોને કાનપુરથી વારાણસી સુધી શ્રમ શક્તિ એક્સપ્રેસ દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ટેકનિકલ ખામીને કારણે ટ્રેન ઈટાવા ખાતે ઉભી
વંદે ભારત એક્સપ્રેસને ભરથાણા રેલવે સ્ટેશનના ડાઉન ટ્રેક પર રોકી દેવામાં આવી છે. વંદે ભારતના એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળતા જ રેલવેના ટેકનિકલ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે મુસાફરો ચિંતિત દેખાયા હતા. તેમજ ઘણા મુસાફરો કોચમાંથી બહાર આવીને બહાર ઊભા રહ્યા. વંદે ભારત એક્સપ્રેસનું આગલું સ્ટોપ કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન હતું. પરંતુ ટેકનિકલ ખામીને કારણે ટ્રેન ઈટાવા ખાતે ઉભી છે.
Also Read –