ઇડીએ કર્યો ઇન્ટરનેશનલ હવાલા રેકેટનો પર્દાફાર્શ, ક્રિપ્ટો હેર-ફેર કેસમાં જસપ્રીત બગ્ગાની ધરપકડ…

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઇન્ટરનેશનલ હવાલા રેકેટનો પર્દાફાર્શ કરતાં બિરફા આઇટી કંપની પર મની લોન્ડરિંગ કેસ(Money Laundering)હેઠળ કાર્યવાહી કરી છે. જેમાં ઇડીએ મણિદીપ માગો, સંજય સેઠી, મયંક ડાંગ અને તુષાર ડાંગની ધરપકડ બાદ હવે જસપ્રીત સિંહ બગ્ગાની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ઇડીએ જસપ્રીત સિંહ બગ્ગાને સ્પેશિયલ કોર્ટ રજૂ કર્યો હતો તેમજ ઇડીની તપાસની માંગ બાદ એક દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : NCP SP પાર્ટીનો સામાન રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો! આ શહેરમાં ઓફીસ ખાલી કરાવવામાં આવી
ભારતમાં કોઈ ક્રિપ્ટો ખરીદી નથી
આ સમગ્ર કેસની મળતી માહિતી મુજબ ઇન્ટનેશનલ હવાલા રેકેટમાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ઇડીએ બિરફા આઈટીના નાણાકીય વ્યવહારોની તપાસમાં જાણવા મળ્યું કે ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જને રૂપિયા 1858 કરોડની ક્રિપ્ટો એસેટ્સ વેચી છે. પરંતુ ભારતમાં કોઈ ક્રિપ્ટો ખરીદી નથી.
જેની બાદ ઇડીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ દરોડા પાડયા હતા. જેમાં બિરફાના મેનેજિંગ ડિરેક્ટર મણિદીપ માગો પાસેથી બનાવટી દસ્તાવેજો દ્વારા ગેરકાયદે વિદેશી ચુકવણીના પુરાવા મળ્યા હતા.
હવાલા ચેનલના સિન્ડિકેટનો મુખ્ય સભ્ય
આ અંગે ઇડીએ જણાવ્યું હતું કે જસપ્રીત ઓપ્ટિકલ્સના વ્યવસાયમાં છે અને તે સંજય શેઠી અને મયંક ડાંગનો નજીકનો સાથી છે અને હવાલા ચેનલના સિન્ડિકેટનો મુખ્ય સભ્ય છે.
આ પણ વાંચો : PM Modi આજે કરશે ઓટો એક્સપોનું ઉદ્ઘાટન, 100થી વધુ વાહનોનું થશે લોન્ચિંગ
નકલી ઇનવોઇસનો ઉપયોગ કરાતો
જસપ્રીતની દુકાન રોકડ સંગ્રહનું કેન્દ્ર હતી અને અસંખ્ય આયાતકારો પાસેથી બિનહિસાબી રોકડ સંગ્રહ માટે એક કેન્દ્ર તરીકે કામ કરતી હતી. તે દરરોજ રોકડ એકત્ર કરી કીર્તિ નગર ખાતેના તેના ઘરે લઈ જતો હતો. જેની બાદ મણિદીપ માગોના રોકડ હેન્ડલર્સ દ્વારા ત્યાંથી ક્લેક્ટ કરવામાં આવતી. તેમજ આખરે તેને મણિદીપ માગો અને સંજય શેઠીની કંપનીઓ દ્વારા નકલી ઇનવોઇસનો ઉપયોગ કરીને રોકડ ગેરકાયદે રીતે વિદેશ મોકલવામાં આવતી હતી.