દેશમાં ‘શત્રુ સંપત્તિ’ના નિકાલ માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત એક કરોડ રૂપિયાથી ઓછી કિંમતની શત્રુ સંપત્તિ અને શહેરી વિસ્તારોમાં પાંચ કરોડથી ઓછી કિંમતની આવી સંપત્તિના નિકાલ માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.
દેશમાં પાકિસ્તાન અને ચીનની નાગરિકતા મેળવનારા લોકો દ્વારા છોડવામાં આવેલી મિલકતો મોટે ભાગે ૧૯૪૭ અને ૧૯૬૨ વચ્ચેનો સમયા તેને ‘શત્રુ સંપત્તિ’ કહેવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં રુપિયા એક કરોડથી ઓછી કિંમતની અને શહેરી વિસ્તારમાં રુપિયા ૫ કરોડથી ઓછી કિંમતની શત્રુ સંપત્તિનો નિકાલ કરતી વખતે રખેવાળે પહેલા કબજેદારને ખરીદી માટે પ્રસ્તાવ આપવો પડશે અને જો કબજેદાર ખરીદીના પ્રસ્તાવનો અસ્વીકાર કરે તો શત્રુ સંપત્તિનો નિકાલ પહેલાથી જ નિર્ધારિત માપદંડો અનુસાર કરવામાં આવશે, એટલે કે ટેન્ડર આમંત્રિત કરીને અથવા જાહેર કાર્યવાહી કરીને કરવામાં આવશે.
આપણ વાંચો: विवाद से विश्वास’ યોજના અંગે IT વિભાગે શા માટે જારી કરી માર્ગદર્શિકા?
ગૃહ મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે ગ્રામ્ય વિસ્તારનો અર્થ રાજ્યનો કોઇપણ વિસ્તાર છે, તે વિસ્તારો સિવાય જે કોઇપણ શહેરી સ્થાનિક સંસ્થા અથવા કેન્ટોનમેન્ટ બોર્ડ હેઠળ આવે છે. તેવી જ રીતે શહેરી વિસ્તારનો અર્થ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા નગરપાલિકાની હદમાં આવતો કોઇપણ વિસ્તાર, અથવા કેન્દ્ર સરકાર વસ્તી, ઉદ્યોગોની ગીચતા, વિસ્તારના યોગ્ય આયોજનની જરૂરિયાત અને અન્ય સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને સામાન્ય અથવા વિશેષ હુકમ દ્વારા શહેરી વિસ્તાર જાહેર કરી શકે છે.
કેન્દ્ર સરકારે શત્રુ સંપત્તિઓને ભારતના શત્રુ સંપત્તિ રખેવાળ કે જે કેન્દ્ર સરકાર હેઠળ સ્થપાયેલું એક કાર્યાલય છે તેને સોંપી દીધી છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ ૧૯૬૮માં શત્રુ સંપત્તિ કાયદો ઘડવામાં આવ્યો હતો, જે આવી મિલકતોનું નિયમન અને રખેવાળની સત્તાઓને સૂચીબદ્ધ કરે છે. દેશમાં કુલ ૧૨,૬૧૧ સ્થાપનો છે જેને શત્રુ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદાજિત કિંમત એક લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.