રક્ષાબંધનના દિવસે દેશની રક્ષા કરતા સેનાના 2 જવાનો શહીદ: કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ

શ્રીનગર: આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે જમ્મુ-કાશ્મીરથી દુખદ સમાચાર મળી રહ્યા છે, દેશની રક્ષા માટે ભારતીય સેનાના બે જવાનોએ સર્વોચ બલિદાન આપ્યું છે. ગત રાત્રે કુલગામ જુલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો શહીદ (Jawan Martyred in Jammu and Kashmir) થયા છે.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ ઘટનાની પુષ્ટિ આપી છે. X પર એક પોસ્ટમાં ચિનાર કોર્પ્સે લખ્યું “ચિનાર કોર્પ્સ રાષ્ટ્ર માટે ફરજ બજાવતા બહાદુર સૈનિકો, લેફ્ટનન્ટ નાર્ક પ્રિતપાલ સિંહ અને સેપ હરમિંદર સિંહના સર્વોચ્ચ બલિદાનનું સન્માન કરે છે. તેમની હિંમત અને સમર્પણ હંમેશા આપણને પ્રેરણા આપતી રહેશે. ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરે છે અને તેમની સાથે ઉભા રહે છે. ઓપરેશન ચાલુ છે.”
ચાર આતંકવાદીઓને ઠાર:
નોંધનીય છે વિસ્તારમાં 1લી ઓગસ્ટથી આતંકવાદીઓ સાથે અથડામણ થઇ રહી છે, સેનાના ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે આથમણનો નવમો દિવસ છે અને આ પ્રદેશમાં સૌથી આતંકવાદ વિરોધી લાંબા ઓપરેશનમાનું એક છે.
સિક્યોરિટી ફોર્સીઝે સમગ્ર વિસ્તારમાં કડક ઘેરાબંધી લાગુ કરી છે અને ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ શોધવા માટે કામગીરી કરી કરવામાં આવી રહી છે. આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો…જમ્મુ અને કાશ્મીરમાં CRPFનું વાહન ખીણમાં ખાબક્યું; ત્રણ જવાનો શહીદ