જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ફરી સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ઓપરેશન ચાલુ

શ્રીનગર: સિક્યોરિટી ફોર્સિઝ છેલ્લા ઘણાં દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે સતત કાર્યવાહી કરી રહી છે. ગત મોડી રાતે કિશ્તવાડ જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઇ હતી, અહેવાલ મુજબ ખીણના દુલ વિસ્તારમાં ગોળીબાર ચાલુ છે.
આજે રવિવારે સવારે સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, સેનાના જવાનો ગુપ્ત માહિતી આધારે ઓપરેશન શરુ કર્યું હતું આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. ગોળીબાર ચાલુ છે.
ઓપરેશન અખાલ:
નોંધનીય છે કે કુલગામ જિલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળ્યા બાદ 1 ઓગસ્ટના રોજ સેનાએ ‘ઓપરેશન અખાલ’ શરૂ કર્યું હતું. ગઈ કાલે આ ઓપરેશનનો નવમો દિવસ હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનો લાન્સ/નાયક પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહ શહીદ થયા હતાં.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે X પર એક પોસ્ટમાં લખ્યું “ચિનાર કોર્પ્સ રાષ્ટ્ર માટે ફરજ બજાવતા બહાદુર સૈનિકો, લેફ્ટનન્ટ પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહના સર્વોચ્ચ બલિદાનનું સન્માન કરે છે. તેમની હિંમત અને સમર્પણ હંમેશા આપણને પ્રેરણા આપતી રહેશે. ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરે છે અને તેમની સાથે ઉભા છે.”
નોંધનીય છે વિસ્તારમાં 1લી ઓગસ્ટથી થઇ ચાલી રહેલા ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક જવાન શહીદઃ ટીઆરએફે જવાબદારી લીધી…