આંધળા શહેરીકરણ પર લાગશે બ્રેક? મોટા શહેરો કરતા નાના શહેરોમાં વધી રહ્યા છે રોજગાર | મુંબઈ સમાચાર
નેશનલ

આંધળા શહેરીકરણ પર લાગશે બ્રેક? મોટા શહેરો કરતા નાના શહેરોમાં વધી રહ્યા છે રોજગાર

નવી દિલ્હી: દેશમાં શહેરીકરણ વધી રહ્યું છે. મોટા શહેરનું લગાતાર વિસ્તાર થતુ જોવા મળી રહ્યું છે. ત્યારે ઘણા યુવાનોની નોકરી માટે પહેલી પસંદ દિલ્હી, મુંબઈ અને બેંગલોર જેવા મોટા શહેરો જ હોઈ છે. પરંતુ હવે દ્રશ્ય કઈક બદલાઈ રહ્યું છે, લોકો મોટો શહેરો છોડી નાના શહેરમાં મળતી નોકરી તરફ વળી રહ્યા છે. જ્યારે બીજી બાજું નાના શહેરોમાં નોકરી માટે સારી સારી તકો મળી રહી છે. એક તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ભારતના ટિયર II અને III શહેરો રોજગાર બજારમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં આ શહેરોમાં નોકરીઓમાં 21 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે મહાનગરોની સરખામણીએ ઘણો વધારે છે.

જોબ્સ અને ટેલેન્ટને લઈ કાર્યરત એક સંસ્થાના માસિક રિપોર્ટ પ્રમાણે, ટિયર II અને III શહેરો જેવા કે જયપુર, લખનૌ, કોઈમ્બતુર, ઇન્દોર, ભુવનેશ્વર, કોચ્ચિ, સુરત, નાગપુર અને ચંદીગઢમાં સપ્ટેમ્બરમાં નોકરીઓમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ વૃદ્ધિને ઈ-કોમર્સ વેરહાઉસિંગ, રિટેલ વિસ્તરણ, ગ્રાહક સેવા કેન્દ્રો અને તહેવારોને લગતા પર્યટનના વધારાએ આ શહેરોની રોજગારીને પ્રોત્સાહન આપ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે એકંદરે નોકરીની પ્રવૃત્તિઓ મજબૂત રહી, જેમાં વાર્ષિક ધોરણે 17 ટકા અને માસિક ધોરણે 4 ટકાનો વધારો નોંધાયો. આ આંકડા તહેવારોની માગ ઉપરાંત સ્થિર રોજગારીની નીવનો સંકેત આપે છે.

મહાનગરોમાં રોજગાર બજાર સતત વધી રહ્યું છે, પરંતુ નાના શહેરો આ બાબતે આગળ નીકળી રહ્યા છે. આ બદલાવ એક વિકેન્દ્રિત, વૈવિધ્યસભર અને લવચીક રોજગારીની સ્થિતિ તરફ સંકેત આપે છે, જે નોકરી શોધનારાઓ માટે નવી તકો ઊભી કરે છે અને નિયોક્તાઓને વ્યૂહાત્મક લાભ આપે છે.

રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે તહેવારી સિઝનના કારણે ગ્રાહક-કેન્દ્રિત ક્ષેત્રોમાં નોકરીઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 2024ની સરખામણીએ વધુ છે. દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ, ચેન્નઈ, પુણે અને કોલકાતા જેવા મહાનગરોમાં નોકરીઓમાં વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો થયો, જેનું શ્રેય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT), બેન્કિંગ-ફાઇનાન્શિયલ સર્વિસિસ-ઇન્શ્યોરન્સ (BFSI) અને મીડિયા-એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રોને આપવામાં આવે છે. આ ઉપરાંત, ટેક્નોલોજી, ફાઇનાન્સ અને માર્કેટિંગ પ્રોફેશનલ્સની માગ પણ મજબૂત રહી.

કયા ક્ષેત્રોમાં વધી રહી નોકરીની માગ?

રિપોર્ટ પ્રમાણે, બધા ક્ષેત્રોમાં વેચાણ અને માર્કેટિંગમાં તહેવારી સિઝન દરમિયાન સૌથી વધુ 5 ટકાની વૃદ્ધિ નોંધાઈ રહી છે. જેના પછી ગ્રાહક સેવા અને ઓપરેશન્સમાં 4 ટકાનો વધારો થયો. કેમ્પેઇન અને ઓટીટી પ્રવૃત્તિઓને કારણે ક્રિએટિવ અને મીડિયા રોલ્સમાં પણ 4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે ટેક્નોલોજી અને પ્રોડક્ટ રોલ્સમાં 3 ટકાની સ્થિરતા જોવા મળી રહી છે. ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ ક્ષેત્રમાં તહેવાર દરમિયાન લોન અને ક્રેડિટ પ્રવૃત્તિઓને અનુરૂપ નાનો વધારો થયો છે. આ માહિતી વાચકોને વિવિધ ઉદ્યોગોમાં રોજગારીની માંગની સ્પષ્ટ તસવીર આપે છે અને નાના શહેરોની વધતી ભૂમિકાને રસપ્રદ બનાવે છે.

આ પણ વાંચો…ગુજરાતમા વધતું શહેરીકરણ, પાણી પૂરવઠા માટે પૂરતા આયોજનની જરૂરિયાત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button