મહિલાઓના શક્તિ પ્રદર્શનને જોઇને સ્મૃતિ ઈરાની થયાં ગદગદ, આપી આ પ્રતિક્રિયા…..
નવી દિલ્હી: આજે આખું ભારત 75માં ગણતંત્ર દિવસની ખુબજ ધૂમધામથી ઉજવણી કરી રહ્યુ છે. તેમાં પણ આ સ્ત્રી શક્તિનું પ્રદર્શન ઉડીને આંખે વળગતું હતું. એટલે જ સ્મૃતિ ઈરાની પણ નારી સશક્તિકરણની પ્રશંસા કર્યા વગર ના રહી શક્યા.
આ વખતે કાર્યક્રમની શરૂઆત મીલેટ્રી બેન્ડની જગ્યા એ શંખ નગરા વગાડીને કરવામાં આવી હતી. આ પરેડમાં પ્રથમ વખત 100 થી મહિલા કલાકારો આ કાર્યક્રમની શરૂઆતની વાવણી યંત્રથી કરે છે. તેના પહેલાં રાષ્ટ્ર ગાન સાથે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. તેના પછી હેલીકૉપ્ટર યુનિટના ચાર એમઆઈ-17 પરથી ત્યાં હાજર દર્શકો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
ત્યારબાદ ત્રણેય સેનાની મહિલાઓએ પોતાની ટુકડીઓ સાથે કરતબ બતાવ્યા હતા.
કર્તવ્ય પથ પર નારી શક્તિનું આ પ્રદર્શન જોઈને સ્મૃતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યું કે નારી તું નારાયણી, રિપબ્લિક ડે 26 જાન્યુઆરી 2024….
સ્મૃતિ ઈરાની ઉપરાંત અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ,અનુપમ ખેર અને સની દેઓલે પણ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.