બીમારીનું બહાનું બનાવી રહ્યો છે એલ્વિશ યાદવ…! પોલીસને સહકાર નથી આપી રહ્યો
યુટ્યુબર અને બિગ બોસ OTT-2 વિજેતા એલ્વિશ યાદવ રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના મામલે પોલીસને પૂછપરછ માટે સહકાર નથી આપી રહ્યો. એલ્વિશ યાદવ બુધવારે સાંજે ફરી પૂછપરછ માટે આવ્યો ન હતો. નોઈડા પોલીસ મોડી રાત સુધી તેની રાહ જોતી રહી. પોલીસે એલ્વિશનો ફોન પર સંપર્ક કર્યો તો તબિયત ખરાબ હોવાનું કહ્યું હતું. આ પછી તેણે ફરીથી ફોન ઉપાડ્યો નહીં. આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને 54 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓની આજથી પૂછપરછ કરવામાં આવશે.
એલ્વિશ યાદવનું કહેવું છે કે તેની તબિયત ઠીક નથી, તેથી તે પૂછપરછમાં માટે આવી શકશે નહીં. જો કે એલ્વિશ યાદવે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં એલ્વિશ યાદવ કારની અંદર જોવા મળી રહ્યો છે અને એક ગીત ગઈ રહ્યો છે. આ દરમિયાન એવું લાગતું નથી કે એલ્વિશ યાદવ બીમાર છે.
રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના મામલામાં એલ્વિશ યાદવ મંગળવારે મધ્યરાત્રિએ નોઈડા પોલીસની સૂચના પૂછપરછ માટે આવ્યો હતો. ત્રણ કલાકની પૂછપરછ બાદ બુધવારે તેને ફરીથી તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે અસ્વસ્થ છે. આ પછી તેણે પોલીસનો ફોન ઉપાડ્યો ન હતો.
પોલીસે ચાર આરોપીઓ પાસેથી નવ સાપ તેમજ ઝેર કબજે કર્યું હતું. પોલીસ ઝેરને ટેસ્ટિંગ માટે અત્યાધુનિક લેબમાં મોકલશે. બેંગલુરુના હોકિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ઝેરનું પરીક્ષણ થઈ શકે છે. જયપુરની લેબમાં ઝેરનું પરીક્ષણ કરાવવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે.