ઈલોન મસ્કની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, મુંબઈમાં આ તારીખે શરુ થશે પહેલું એક્સપીરિયંસ સેન્ટર... | મુંબઈ સમાચાર

ઈલોન મસ્કની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, મુંબઈમાં આ તારીખે શરુ થશે પહેલું એક્સપીરિયંસ સેન્ટર…

મુંબઈ: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની નજર હવે ઝડપથી વિકસી રહેલા ભારતીય બજાર પર છે. ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પોતાનો પહેલો સ્ટોર શરૂ કરવા જઈ રહી છે. અહેવાલ મુજબ ભારતમાં ટેસ્લાનું પહેલું “એક્સપીરિયંસ સેન્ટર” 15 જુલાઈના રોજ મુંબઈમાં શરૂ (Tesla Experience center in Mumbai) થશે.

એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ટેસ્લાનું એક્સપીરિયંસ સેન્ટર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ(BKC)માં શરુ કરવામાં આવશે. આ સાથે જ ટેસ્લાની ભારતમાં એન્ટ્રી સત્તાવાર એન્ટ્રી થશે. અહેવાલ મુજબ, ચીનના શાંઘાઈમાં ટેસ્લાની ફેક્ટરીમાં બનેલી પાંચ મોડેલ Y કાર્સ મુંબઈ આવી ચુકી છે.

કેટલી હશે કારની કિંમત?

અહેવાલ મુજબ આ કારની કિંમત 27.7 લાખ રૂપિયા છે, ઉપરાંત તેના પર 21 લાખ રૂપિયાથી વધુની ઈમ્પોર્ટ ડયુટી વસુલવામાં આવશે. કેમ કે ભારતમાં આયાત થતી સંપૂર્ણ રીતે તૈયાર કાર પર 70 ટકા ઈમ્પોર્ટ ડયુટી લાગુ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ટેસ્લાના છેલ્લા ઘણાં વર્ષોથી ભારતમાં પ્રવેશવા પ્રયત્નો કરી રહી છે. આ માટે ઈલોન મસ્ક કંપની ઓછી ઈમ્પોર્ટ ડયુટી માટે સરકાર સાથે વાત કરી ચુક્યા છે.

ટેસ્લા ભારતમાં ઉત્પાદન શરુ નહીં કરે:

ટેસ્લા ભારતમાં સ્ટોર શરુ કરવા જઈ રહી છે પરંતુ તે ભારતમાં ઉત્પાદન શરુ નહીં કરે. ગયા મહિને એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા, કેન્દ્રીય હેવી ડ્યુટી ઇન્ડસ્ટ્રી પ્રધાન એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે ટેસ્લા ફક્ત દેશમાં તેના શોરૂમનો શરુ કરવા ઈચ્છે છે. તેને ભારતમાં ઉત્પાદન કરવામાં રસ નથી.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પ-મસ્કના ‘ઘર્ષણ’માં ટેસ્લા ક્રેશ: મસ્કને ₹ 1.31 લાખ કરોડનો ફટકો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button