ઈલોન મસ્કની પાર્ટનર શિવોન હાફ ઇન્ડિયન છે! નિખિલ કામથના પોડકાસ્ટમાં મસ્કનો ખુલાસો

ભારતીય બ્રોકરેજ અને ફાઇનાન્સિયલ સર્વિસ આપતી કંપની ઝેરોધાના સ્થાપક નિખિલ કામથના “WTF is?” પોડકાસ્ટમાં ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે હાજરી આપી હતી, જેની ચર્ચા ઈન્ટરનેટ પર થઇ રહી છે. આ વાતચીત દરમિયાન મસ્કે તેમના અંગત જીવન અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેની પાર્ટનર શિવોન ઝિલિસ હાફ ઇન્ડિયન છે. ઝિલિસ સાથેના તેમના એક દીકરાની મિડલ નેમ શેખર છે.
નિખિલ કામથના સાથે વાત કરતા ઈલોન મસ્કે કહ્યું, “હું નથી જાણતો કે તમને ખબર હશે કે નહીં, પણ મારી પાર્ટનર શિવોન હાફ ઇન્ડિયન છે, તેની સાથેનો મારા એક દીકરાનું મિડલને ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખ્યું છે.”
નોંધનીય છે કે સુબ્રમણ્યમ ચંદ્રશેખર ભારતીય-અમેરિકન નોબેલ પુરસ્કાર વિજેતા ના ભૌતિકશાસ્ત્રી હતાં.
નિખિલ કામથે પૂછ્યું કે ઝિલિસનો ઉછેર ક્યાં થયો? જેના જવાબમાં મસ્કે કહ્યું, “તે કેનેડામાં ઉછરી હતી. જ્યારે તે બાળક હતી ત્યારે તેને દત્તક આપવામાં આવી હતી. તેના પિતા કદાચ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી એક્સચેન્જ હેઠળ આવ્યા હતાં. મને ચોક્કસ વિગતોની ખબર નથી”
કોણ છે શિવોન ઝિલિસ:
ઝિલિસ વર્ષ 2017 માં મસ્કની કંપની ન્યુરાલિંકમાં જોડાઈ હતી અને હાલમાં તે ઓપરેશન્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિકસ અને ફિલોસોફીમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે.
મસ્ક સાથે ઝિલિસને ચાર બાળકો છે. જોડિયા બાળકો, સ્ટ્રાઇડર અને એઝ્યુર, દીકરી આર્કેડિયા અને દીકરો સેલ્ડન લાઇકર્ગસ.
આ પોડકાસ્ટ દરમિયાનમસ્કે કહ્યું કે પ્રતિભાશાળી ભારતીયોથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે.
આ પણ વાંચો…ઈલોન મસ્કે વોટ્સએપની ચિંતા વધારી, એકસ ચેટમાં એડ કરશે નવું ફીચર…



