એલોન મસ્કે ઠંડા પાડ્યા ટ્રમ્પનેઃ H-1B visa વિવાદમાં આવ્યો નવો વળાંક…
વૉશિંગ્ટનઃ પોતાની જ કેબિનેટના પ્રધાન અને ઉદ્યોગપતિ એલોન મસ્કે H-1B visa ના સમર્થનમાં આક્રમક વલણ અપનાવતા ફરી ચૂંટાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઢીલા પડ્યા છે.
આ પણ વાંચો : Visa-waiver: ભારતીયો હવે આ દેશમાં પણ વિઝા વગર પ્રવાસ કરી શકાશે, પણ આ શરતો હેઠળ
મસ્કે ટ્વિટર પર લખ્યું કે H1B પ્રોગ્રામના કારણે જ હું અમેરિકામાં ઘણા ખાસ લોકો સાથે છું જેમણે SpaceX, Tesla અને અન્ય સેંકડો કંપનીઓ બનાવી છે જે અમેરિકાને મજબૂત બનાવી રહી છે.
વિવાદ બાદ મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કામદારો માટે ઈમિગ્રેશન વિઝા માટે પોતાનું સમર્થન હોવાનું કહી વાતને પલટી નાખી હતી અને પોતે તેની તરફેણમાં હોવાનું કહ્યું હતું. જો કે ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં
H-1B વિઝા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. આ મુદ્દો વારંવાર વિવાદોમાં આવ્યો છે.
આ પણ વાંચો : Thailand જવા માટે હવે વિઝાની મગજમારી થઈ દૂર; 2025 થી મળશે ઈ-વિઝાનો લાભ…
2016 માં, ટ્રમ્પે કહ્યું હતું કે H-1B પ્રોગ્રામ કામદારો માટે ખૂબ જ ખરાબ છે અને તેને સમાપ્ત કરવાની વાત કરી હતી. તેમણે વિશિષ્ટ વ્યવસાય ની વ્યાખ્યા હેઠળ કઈ નોકરીઓ અને શૈક્ષણિક ડિગ્રીઓ વિઝાને લાયક છે, તેને મર્યાદિત યાદી બનાવી H-1B પિટિશન માટે પાત્રતા મેળવવાની પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.