ભારતમાં એલન મસ્કની સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા હશે બહુ મોંઘી પણ સ્પીડ પણ હશે જોરદાર………

નવી દિલ્હી : એલન મસ્કની કંપની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી થઈ છે. જેના પગલે ટૂંક સમયમાં તે ભારતમાં તેની સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા પણ શરુ કરશે. પરંતુ આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે દરેક વ્યક્તિને આ સેવાનો લાભ નહી મળે. તેમજ સરકારે ઇન્ટરનેટ સ્પીડ અને કનેક્શન પર નિયંત્રણ લાદી દીધા છે. આ અંગે ટેલીકોમ મંત્રી પેમ્માસની ચંદ્રશેખરે જણાવ્યું છે કે, સ્ટારલિંક પાસે ભારતમાં ફક્ત 20 લાખ ગ્રાહકો બનાવી શકશે. તેમજ તેની સ્પીડ 25 થી 200 Mbps સુધીની હશે. આનાથી ટેલિકોમ સેવાઓ પર કોઈ અસર નહી થાય.
પૃથ્વીની નીચલી કક્ષાના ઉપગ્રહોનો ઉપયોગ કરશે
આ અંગે ટેલીકોમ મંત્રી પેમ્માસની ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સ્ટારલિંકને ભારતમાં ઓપરેશન માટે મંજુરી મળી છે. આ નેટવર્ક બ્રોડબેન્ડ સેવા આપશે જે પૃથ્વીની નીચલી કક્ષા( LEO)ના ઉપગ્રહોનો ઉપયોગ કરશે. તેમજ આશા છે કે તે હાલના ટેલીકોમ ઓપરેટરો, એરટેલ, બીએસએનએલ, જીયો સહિતના ઓપરેટર સાથે શહેરી અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિ સ્પર્ધાના બદલે પુરક ભૂમિકા ભજવશે. આ ઓપરેટરો પાસે આ વિસ્તારમાં પુરતી માળખાકીય સુવિધા છે.
વર્ષ 2025ના અંતમાં લોન્ચની શક્યતા
ઉલ્લેખનીય છે કે, સ્ટારલિંકની ભારતમાં લોન્ચની હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ અહેવાલ મુજબ આગામી કેટલાક મહિનામાં અથવા તો વર્ષ 2025ના અંતમાં લોન્ચ થઈ શકે છે. તેમજ આ માટે પ્રિ-ઓર્ડર બુકિંગ પણ શરુ કરવામાં આવશે. જેની માટે યુઝર્સે એક નક્કી રકમ જમા કરાવવી પડશે. જેમાં પણ સ્થળ અને ઉપયોગના આધારે માસિક સભ્ય ફી રૂપિયા 3000 થી 4200 ની વચ્ચે નક્કી કરવામાં આવી શકે છે. તેમજ આ માટેની હાર્ડવેર કીટની કિંમત રૂપિયા 33,000 ની આસપાસ હોવાની સંભાવના છે. જોકે, સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
આપણ વાંચો: ટાટા મોટર્સ 38 હજાર કરોડમાં ખરીદશે ઈટાલીની ટ્રક કંપની, કોરસ પછી બીજું મોટું ટેકઓવર