ઈલોન મસ્કે વોટ્સએપની ચિંતા વધારી, એકસ ચેટમાં એડ કરશે નવું ફીચર…

નવી દિલ્હી : ઈલોન મસ્કે પ્રસિદ્ધ સોશિયલ મીડિયા એપ વોટ્સએપની ચિંતામાં વધારો કર્યો છે. જેમાં કંપની એક્સ ચેટને અપગ્રેડ કરી રહી છે. કંપની હવે એક્સના ડીએમ ફીચરમાં એન્ક્રિપ્શન ઉમેરવા જઈ રહી છે. જેના લીધે તેનો ઉપયોગ વધવાની સંભાવના છે. આ અંગે કંપનીના સીઈઓએ જાહેરાત કરી હતી કે નવા ફીચરના લીધે યુઝર્સ વચ્ચેની વાતચીત સંપૂર્ણ સુરક્ષિત રહેશે. તેમજ હાલમાં આ સુવિધા સિલેક્ટ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી છે. તેમજ તેનું બીટા વર્ઝનમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
એક્સ ચેટની એન્ક્રિપ્શન સુવિધાઓની તુલના સિગ્નલ અને વોટ્સએપ સાથે
એકસ ચેટના આ નવા ફીચર અંગે કંપનીના ચીફ ટેકનિકલ ઓફિસર ઉપરાંત ઈલોન મસ્કે X પોસ્ટમાં એ પણ જાહેરાત કરી હતી. જેમાં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ, ઓડિયો-વિડિયો કોલ અને ફાઇલ ટ્રાન્સફરનો સમાવેશ થશે. ગત મહિને કંપનીએ X ચેટને એક સ્વતંત્ર પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું હતું. ઈલોન મસ્કે X ચેટની એન્ક્રિપ્શન સુવિધાઓની તુલના સિગ્નલ અને વોટ્સએપ સાથે કરી હતી.
યુઝર્સ દ્વારા નારાજગી વ્યક્ત કરી
આ અંગે અહેવાલો અનુસાર, જે યુઝર્સને X ચેટમાં આ સુવિધા મળી રહી છે. તેમને પહેલા ચાર અંકોનો પીન બનાવવાનું કહેવામાં આવે છે. તેની બાદ તેઓ X ચેટ મેસેજ બોક્સ ઍક્સેસ કરી શકશે. જે અંગે યુઝર્સ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે મેસેજનો જવાબ આપતી વખતે સેકન્ડ લેયરના સુરક્ષા માપદંડોને ફોલો કરવા પડે છે. જે ખુબ કંટાળાનજક લાગે છે.
આ પણ વાંચો…વોટ્સએપને ટક્કર આપવા ઈલોન મસ્ક સજ્જ, એકસચેટ લોન્ચ કરવાની જાહેરાત



