
નવી દિલ્હીઃ દેશના દરેક રાજ્ય કે શહેરમાં ગમે તે પક્ષની સરકાર હોય અને નગરપાલિકાઓ જેવી સંસ્થાઓ ગમે તે રાજકીય પક્ષ ચલાવતો હોય અને મોટા આઈએએસ કક્ષાના અધિકારીઓ વહીવટ કરતા હોય પણ સમસ્યા દરેક ગામ શહેરની એક જ હોય છે. ખાડાવાળા રોડ રસ્તા, ખુલ્લી ગટરો બોલવેલ, ઈલેક્ટ્રીસિટીના ખુલ્લા વાયર, રસ્તા પર રખડતા ઢોર અને ગંદકીનું સામ્રાજ્ય. દેશની રાજધાનીની હાલત પણ આવી જ છે. અહીં એક બાળક બોરવેલમાં પડી ગયું છે. આ બોરવેલ દિલ્હીના જલ બોર્ડની જગ્યામાં જ આવેલું હોવાનું જાણવા મળ્યું છે. આ બાળકને કાઢવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે પણ સાથે આપણી પ્રાર્થનાની પણ જરૂર છે.
દિલ્હીના કેશવપુર મંડી વિસ્તારમાં દિલ્હી જલ બોર્ડની અંદર આવેલા બોરવેલમાં એક બાળક પડી ગયું તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે. નવો બોરવેલ ખોદીને બાળકને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
આજે સવારે એક બાળક 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું હતું. દિલ્હી ફાયર સર્વિસ, NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે. બચાવ કાર્ય ચાલુ છે. મળતી માહિતી અનુસાર બોરવેલ કેશવપુર મંડીમાં સ્થિત દિલ્હી જલ બોર્ડ પ્લાન્ટની અંદર આવેલો છે. એનડીઆરએફની ટીમ ઈન્સ્પેક્ટર વીર પ્રતાપ સિંહ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.
બાળકને બોરવેલમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં દોરડું નાખવામાં આવ્યું હતું પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી બાળકને બહાર કાઢી શકાયું ન હતું. વિકાસપુરી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, કેશવપુર જલ બોર્ડ પ્લાન્ટની અંદરના બોરવેલમાં એક વ્યક્તિ પડી જવા અંગે રાત્રિ દરમિયાન વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ આવ્યો હતો. સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી.
NDRF ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. બાળક બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે બાળક પડ્યો તેના પરિવાર વિશે હવ માહિતી મળી નથી. NDRFની ટીમ બોરવેલની સમાંતર બીજો બોરવેલ ખોદવાની તૈયારી કરી રહી છે. બોરવેલની ઊંડાઈ 40 ફૂટ છે અને બાળક માટે તેની અંદરથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. NDRFની ટીમને નવો બોરવેલ ખોદવામાં ઘણો સમય લાગી શકે છે.
બોરવેલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સ્થાનિક લોકો NDRF ટીમને બાળકને બહાર કાઢવા માટે દોરડું પણ નાખવામાં આવ્યું હતું. જોકે, બાળકને દોરડા દ્વારા કાઢવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. આથી રેસ્ક્યુ ટીમ બીજો બોરવેલ ખોદીને બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.