નેશનલ

Electoral Bond: જે રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે, ત્યાં બોન્ડની સ્થિતિ અલગ છે, એક તારણ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા તેની વેબસાઈટ પર જાહેર કર્યો છે. જાહેર થયેલા ડેટાનું અધ્યયન કરીને વિવિધ તારણો કાઢવામાં આવી રહ્યા છે. એક તારણ મુજબ જે વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોની જીતની શક્યતાઓ હતી ત્યાંથી પાર્ટીને જંગી દાન મળ્યું છે.

જાહેર થયેલા ડેટા મુજબ તમિલનાડુની લોટરી કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસિસે સૌથી વધુ 1368 કરોડ રૂપિયા દાન કર્યા છે. આ કંપનીના ચેરમેનના લોટરી કિંગ માર્ટિન સેન્ટિયાગો છે. કંપનીએ 21 ઓક્ટોબર, 2020 અને જાન્યુઆરી 2024 વચ્ચે આ બોન્ડ ખરીદ્યા હતા. ડેટા મુજબ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ હેઠળ ભાજપને સૌથી વધુ ચૂંટણી દાન મળ્યું છે.


એપ્રિલ 2019 બાદથી ભાજપને કુલ ચૂંટણી દાનના 47 ટકા એટલે કે 6060 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 1422 હજાર કરોડ રૂપિયાનું ચૂંટણી દાન મળ્યું છે. 9 અને 30માં તબક્કાની વચ્ચે, ભાજપને કુલ 42.7% ઈલેક્ટોરલ બોન્ડ્સ મળ્યા, જ્યારે કોંગ્રેસે 9.1% જ મળ્યા જોકે કેટલાક તબક્કામાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. જે વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોની જીતની શક્યતાઓ વધુ હતી ત્યાં પાર્ટીને જંગી દાન મળ્યું છે.


ચૂંટણી પંચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, જાન્યુઆરી 2021 અને જુલાઈ 2021ના અનુક્રમે 15 અને 17માં તબક્કામાં ભાજપ કરતાં કોંગ્રેને વધુ દાન મળ્યું હતું. આ તારીખોમાં તમિલનાડુ, પુડુચેરી અને કેરળ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસની સ્થિતિ નોંધપાત્ર રીતે મજબૂત છે. 15માં તબક્કામાં, કોંગ્રેસને રૂ. 7.1 કરોડ જ્યારે ભાજપના રૂ. 1.5 કરોડ મળ્યા હતા. જ્યારે 17 માં તબક્કામાં ભાજપને મળેલા રૂ. 18 કરોડની સામે કોંગ્રેસને રૂ. 24.7 કરોડના બોન્ડ મળ્યા હતા.

કૉંગ્રેસને ઑક્ટોબર 2023ની આસપાસ સૌથી વધુ સંખ્યામાં ઇલેક્ટોરલ મળ્યા હતા, આ દરમિયાન ભાજપના રૂ. 359 કરોડની સામે કોંગ્રેસને રૂ. 401.9 કરોડ મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ચૂંટણીઓ યોજાઈ રહી હતી. અહીં પાર્ટી સત્તામાં હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…