ઈલેક્ટોરલ બોન્ડ ‘કૌભાંડ’ની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની SIT દ્વારા થાય: કોંગ્રેસ
કોંગ્રેસ ઈલેક્ટોરલ બોન્ડ મામલે કેન્દ્રની મોદી સરકાર ચારેબાજુથી ઘેરાઈ છે. આજે કોંગ્રેસે પણ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. હવે કોંગ્રેસે પાર્ટીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની SIT દ્વારા ચૂંટણી બોન્ડ યોજનાની તપાસની માંગ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ જનરલ સેક્રેટરી જયરામ રમેશે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીએ ચૂંટણી બોન્ડ દ્વારા ભ્રષ્ટાચારને કાયદેસર બનાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બોન્ડની વિગતો જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો કારણ કે મોદી સરકાર ઈચ્છતી નહોતી કે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી
જયરામ રમેશે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સરકારે ચાર માર્ગો દ્વારા બોન્ડ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો છે. પ્રથમ રીત એ છે કે ‘દાન આપો અને બિઝનેશ લો’ છે, જેના દ્વારા 38 કોર્પોરેટ જૂથોએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપ્યું હતું. બદલામાં, તેમને સરકાર તરફથી 179 ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ મળ્યા, જેની કિંમત લગભગ 3.8 લાખ કરોડ રૂપિયા જેટલી હતી.
આ કોર્પોરેટ જૂથોએ ભાજપને 2000 કરોડથી વધુનું દાન આપ્યું છે. રમેશે જણાવ્યું હતું કે 192 કેસમાં દાન મળ્યાના ત્રણ મહિનામાં 1.32 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, બીજી પદ્ધતિ કોન્ટ્રાક્ટ લેવા, લાંચ આપવા સંબંધિત છે. જેમાં કોન્ટ્રાક્ટના બદલામાં લાંચ સ્વરૂપે પૈસા આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ અંતર્ગત, 62 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ મેળવનારી 49 કંપનીઓમાંથી ત્રણ મહિનાની અંદર, તેઓએ ભાજપને 580 કરોડ રૂપિયાના પોસ્ટપેડ લાંચ બોન્ડના સ્વરૂપમાં આપી હતી.
આ સાથે જ કોંગ્રેસના નેતાએ સરકાર પર હપ્તા વસુલીનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે એવા 41 કોર્પોરેટ જૂથો છે જેમણે ED,CBI અને IT તપાસનો સામનો કર્યો છે. આ તમામે ભાજપને રૂ. 2,592 કરોડ આપ્યા હતા, જેમાંથી રૂ. 1,853 કરોડ EDના દરોડા પછી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે 16 શેલ કંપનીઓએ ભાજપને લગભગ 419 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.