Rahul Gandhi વાયનાડ કે રાયબરેલી બેમાંથી કઇ બેઠક છોડશે લઇને ચર્ચા શરૂ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામોમાં(Lok Sabha Election Result) મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જો કે NDAને બહુમતી મળી. પરંતુ વિપક્ષ ઇન્ડી ગઠબંધને પણ જોરદાર લડત આપી. ઇન્ડી ગઠબંધને ઘણા રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું અને મહત્તમ સીટો મેળવવામાં સફળ રહી. ઇન્ડી ગઠબંધનેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં 80માંથી 43 સીટો પર જીત
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે મળીને 80માંથી 43 સીટો પર જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસ યુપીમાં કોંગ્રેસ પરંપરાગત બેઠક જાળવી રાખવામાં પણ સફળ રહી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)કોંગ્રેસનો(Congress) ગઢ ગણાતી રાયબરેલી(Rae Bareli) સીટ પર ભારે સરસાઈથી જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે ફરી એકવાર અમેઠી લોકસભા સીટ પર કબજો કરી લીધો છે.
રાયબરેલીમાં રાહુલ ગાંધીની બમ્પર જીત બાદ હવે મોટો સવાલ એ છે કે તેઓ કઈ બેઠક પરથી સાંસદ રહેશે. યુપીની રાયબરેલી બેઠક સિવાય રાહુલ ગાંધી કેરળના વાયનાડથી પણ મોટા અંતરથી ચૂંટણી જીત્યા છે. જેના પગલે તેમને એક બેઠક છોડવી પડશે. હવે તેઓએ નક્કી કરવાનું છે કે તેઓ ક્યાં આગળ વધશે. ચૂંટણી પરિણામો બાદ આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે આ અંગે કંઈ વિચાર્યું નથી. બેસીને વાત કરશે. આ પછી જ અમે આ અંગે નિર્ણય લઈશું.
રાયબરેલીમાં મોટા માર્જિનથી વિજય
રાહુલ ગાંધીએ આ પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ આ પ્રશ્ન એટલો મોટો છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ગાંધી પરિવારમાં તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ હશે. રાયબરેલી અને વાયનાડથી ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધી પણ મૂંઝવણમાં હશે કે તેમણે કઈ બેઠક છોડવી. કારણ કે પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધી તે બેઠક છોડશે નહીં જ્યાંથી તેમની જીત મોટી હશે. જ્યારે રાહુલે રાયબરેલીથી 3,90,030 મતોના માર્જિનથી ચૂંટણી જીતી હતી, જ્યારે તેઓ વાયનાડમાં 3,64,422 મતોના માર્જિનથી જીત્યા હતા.
સોનિયા ગાંધી પણ બે બેઠકો પરથી ચૂંટણી લડી ચૂક્યા છે
આ પહેલા સોનિયા ગાંધીએ પણ બે સીટો પર ચૂંટણી લડી હતી. 1999 માં, જ્યારે સોનિયા ગાંધી અમેઠી અને બેલ્લારીથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમણે તે બેઠક પસંદ કરી હતી જે વધુ મતોથી જીતી હતી. ત્યારબાદ સોનિયા ગાંધીએ બેલ્લારી સીટ છોડીને અમેઠીની પસંદગી કરી. ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી પહેલા રાજીવ ગાંધી અને સંજય ગાંધી પણ અમેઠીથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
રાહુલ ગાંધીને વાયનાડ કરતા રાયબરેલીમાં વધુ વોટ મળ્યા
રાહુલ ગાંધીએ પણ પરંપરા નામે અમેઠી છોડીને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી હતી. રાહુલને વાયનાડ કરતા રાયબરેલીમાં વધુ વોટ મળ્યા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધી વધુ મતોથી જીતવાની સાથે સાથે તેમના પારિવારિક વારસાને કારણે રાયબરેલીની પસંદગી કરશે. રાયબરેલીથી રાહુલ ગાંધીના સાંસદ રહેવાનું એક મોટું કારણ એ હોઈ શકે છે કે ઇન્ડી ગઠબંધનને મજબૂત બનાવવામાં ઉત્તર પ્રદેશે સૌથી મોટો ફાળો આપ્યો છે.