Lok Sabha Election-2024: #ElectionsResultsના Memesમાં વેબ સિરીઝ Panchayatનો દબદબો…
આજે ચોથી જૂનના મંગળવારે લોકસભાની ચૂંટણી-2024 (Lok Sabha Election-2024)ના પરિણામો જાહેર કર્યા છે અને સવારથી જ નંબર્સની રેસ શરૂ થઈ ગઈ છે અને ત્રીજા તબક્કાની મતગણતરી દરમિયાન થોડું થોડું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, પણ હજી સુધી કોઈ ક્લિયર પિક્ચર નથી મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના પરિણામો તરફ લોકોની નજર છે અને સોશિયલ મીડિયા પર #ElectionsResults ટ્રેન્ડ (Social Media #ElectionsResults Trend) જોવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર Elections Results Memes પણ વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ શું છે આ મજેદાર મીમ્સ… રિઝલ્ટના દિવસે દરેકના મનમાં શું ભાવના હશે એની લાગણી મીમ્સના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે. એમાં પણ લોકસભા ચૂંટણીના પરિણામોને દર્શાવતા મીમ્સમાં પણ હાલમાં જ રીલિઝ થયેલી વેબ સિરીઝ પંચાયતનો દબદબો જોવા મળ્યો હતો. વાઈરલ થઈ રહેલાં અનેક મીમ્સ આ સિરીઝ પર આધારિત હતા.
Read More: IPL 2024: (RCBvsRR) RCB હારી ગઈ તો CSK ચાહકોને સૌથી વધુ મજા પડી, મીમ્સ થયા વાયરલ
⦁ બોલીવૂડ ફિલ્મ હેરાફેરીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને એમાં પણ હેરાફેરી-3 (Herapheri-3) ફિલ્મ ખૂબ જ ચાલી હતી અને આ જ ફિલ્મના મીમ્સ ફરી એક વખત લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે વાઈરલ થઈ રહ્યા છે.
⦁ ઘણી બધી ચર્ચાઓ અને નિર્ણયોનો મૂક સાક્ષી હોય છે ચાનો એક કપ… ફેમસ વેબ સીરિઝ પંચાયત (Web Series Panchayat)માં પણ આ વાતને બખૂબી સમજાવવામાં આવી છે. આજે દેશની ગલી-ગલીના નાકે, ચાની ટપરી પર ચર્ચા થઈ રહી હશે તો તે ચૂંટણીના પરિણામની…
⦁ ફરી એક વખત પંચાયતના એક સીનની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે અને રિઝલ્ટના દિવસે શું સિનારિયો હશે એ દર્શાવવામાં આવ્યું છે.
⦁ અનેક ભારતીય પરિવારોમાં આજે સાંજે ચર્ચાનો વિશય હશે આજે આવેલા લોકસભા ચૂંટણી-2024ના પરિણામ (Lok Sabha Election Result-2024) અને આ ચર્ચા કંઈક આવી હશે.
⦁ હાલમાં જ્યાં જુઓ ત્યાં પંચાયત વેબ સિરીઝની ચર્ચા ચાલી રહી છે અને લોકોને આ વેબ સિરીઝ પસંદ પણ આવી રહી છે. પંચાયતમાં પણ એક અપોઝિટ ગ્રુપ હોય છે અને તે એટલે ભૂષણ વર્માનો, જે કાયમ વિપક્ષમાં જ રહે છે એની ચર્ચા જ હાલમાં ચાલી રહી છે.
Read More: ભાજપ ઓડિશામાં 75 બેઠકો પર આગળ, નવીન પટનાયકની સત્તા જોખમમાં
⦁ દેખ રહા હૈ બિનોદ પંચાયત-3 (Panchayat 3)નો આ સીન પરથી બનાવવામાં આવેલું મીમ પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યું છે.