Haryana Election 2024: વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપને આંચકો, પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજ કોંગ્રેસમાં જોડાયા | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

Haryana Election 2024: વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપને આંચકો, પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજ કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્હી : હરિયાણામાં વિધાનસભા ચૂંટણી (Haryana Election 2024)પૂર્વે ભાજપને આંચકો લાગ્યો છે. જેમાં ભાજપમાં ટિકિટની વહેંચણીથી અસંતુષ્ટ પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે હવે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. શુક્રવારે તેવો દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાન પણ હાજર હતા. આ ઘટના ક્રમથી કરનાલના ઈન્દ્રી અને યમુના નગરના રાદૌર જેવા વિસ્તારોમાં ચૂંટણીના સમીકરણને અસર કરી શકે છે.

કંબોજ ભાજપમાં ઓબીસી મોરચાના અધ્યક્ષ હતા

તેમના રાજીનામા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા હતી. કંબોજ ભાજપમાં ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા. ઈન્દ્રી પ્રદેશની ચૂંટણીલક્ષી સફર પર નજર કરીએ તો, અહીંના લોકો બહારના ઉમેદવારો પ્રત્યે પ્રમાણમાં વધુ ઉદાર છે. અત્યાર સુધી 13 ચૂંટણીઓમાં ઈન્દ્રી મતવિસ્તારમાંથી સ્થાનિક ઉમેદવારો માત્ર પાંચ વખત અને બહારના ઉમેદવારો આઠ વખત જીત્યા હતા.

2005માં પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા

જો કે, આ વખતે માહોલ ખૂબ જ રસપ્રદ બની શકે છે કારણ કે એક તરફ ભાજપે તેના અનુભવી પૂર્વ ધારાસભ્ય રામકુમાર કશ્યપને સતત બીજી વખત ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ઈન્દ્રીમાં રાકેશ કંબોજ પર દાવ લગાવ્યો છે. રાકેશ કંબોજે વર્ષ 2005માં કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડી હતી. તેની બાદ તે હરિયાણા જનહિત કોંગ્રેસની ટિકિટ પર આગામી બે ચૂંટણી લડ્યા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.

2019માં અપક્ષ મેદાનમાં હતા

2019 માં એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડ્યો અને બીજા સ્થાને રહ્યો. હવે લગભગ 19 વર્ષ બાદ રાકેશ કંબોજ ફરી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે પૂર્વ મંત્રી કરણ દેવ કંબોજ કે જેઓ ભાજપથી અલગ થઈને કોંગ્રેસમાં જોડાયા છે તેમના અને કોંગ્રેસ માટે હાલ રાહ સરળ દેખાઈ રહી છે.

Back to top button