આજે ભારતને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: આ સાંસદો મતદાન નહીં કરે, આટલા વાગ્યે આવશે પરિણામ...
Top Newsનેશનલ

આજે ભારતને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: આ સાંસદો મતદાન નહીં કરે, આટલા વાગ્યે આવશે પરિણામ…

નવી દિલ્હી: જગદીપ ધનખરના રાજીનામાં બાદ ખાલી પડેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદ ભવનમાં મતદાન (Vice President Election) થશે.

ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધને જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે. આજે સાંજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે.

17મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંસદ ભવનના વસુધા વિભાગના રૂમ નંબર F-101 માં મતદાન યોજાશે. જેના માટે તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.

સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. આજે મતદાન શરૂ થાય એ પહેલા NDAના તમામ સાંસદો સવારે એક બેઠકમાં હાજરી આપશે.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ચૂંટણી પંચે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને રિટર્નિંગ ઓફિસરની જવાબદારી સોંપી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આ મતદાન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હેઠળ ગુપ્ત રહેશે.

આ પણ વાંચો… ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી ભાજપનો માસ્ટર સ્ટ્રોક

આ સાંસદો મતદાન નહીં કરે:
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકે છે. હાલમાં, રાજ્યસભામાં 5 અને લોકસભામાં 1 બેઠક ખાલી છે, જેના કારણે આ ચૂંટણીમાં 781 સાંસદો મતદાન કરશે ઉપલબ્ધ હશે.

ભારત રાષ્ટ્ર સમિતિએ તેના 4 રાજ્યસભા સાંસદ, બીજુ જનતા દળે તેના 7 રાજ્યસભા સાંસદ, શિરોમણી અકાલી દળે તેના 1 લોકસભા અને 2 રાજ્યસભા સાંસદને મતદાન ન કરવા કહ્યું છે.

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે 21 જુલાઈના રોજ અચાનક રાજીનામું આપ્યા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે.

આ પણ વાંચો…વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ક્યાં વિવાદાસ્પદ ચૂકાદા આપ્યા હતા?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button