નેશનલ

ઈલેક્શન ઈફેક્ટ.. યોગી સરકાર 1.75 કરોડ ઉજ્જવલા લાભાર્થીઓ ફ્રીમાં આપશે LPG સિલિન્ડર

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ મતદારોને રિઝવવાના ભરપુર પ્રયાસો કરી રહી છે. પીએમ મોદી (PM Narendra Modi)એ તાજેતરમાં જ કેબિનેટની બેઠકમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ (LPG Cylinder Price)માં 100 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Govt) પણ રાજ્યના ઉજ્જવલા લાભાર્થીઓને હોળી (Holi) પહેલા મોટી ભેટ આપી છે. હવે રાજ્ય સરકાર દ્વારા 1 કરોડથી વધુ પરિવારોને ફ્રી (Free LPG Cylinder)માં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે.

યુપી સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.75 કરોડ પરિવારોને સીધો ફાયદો થશે. ખરેખર તો આ ફ્રી સિલિન્ડર આપવાનો બીજો તબક્કો છે. યોગી સરકારે લોકોને એક વર્ષમાં 2 ફ્રી સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. આ ફ્રી સિલિન્ડરનો લાભ કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે.

ઉલ્લેખનિય છે કે અગાઉ દિવાળી પર યોગી આદિત્યનાથની સરકારે યુપીમાં ઉજ્જવલા લાભાર્થીઓને ફ્રિમાં એલપીજી ગેસ સિલિન્ડર આપ્યું હતું. આ માટે સરકારે વર્ષ 2023-24ના બજેટમાં 2312 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. સીએમ યોગીએ 10 નવેમ્બર 2023ના રોજ યોજનાનો શુભારંભ કરાવી તે વખતે જ લાભાર્થીઓના બેંક ખાતામાં સબસિડીની રકમ ટ્રાન્સફર કરવાની મંજુરી આપી હતી. આજે આ યોજના હેઠળ બીજુ એલપીજી ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની આ યોજનાના પહેલા તબક્કામાં દિવાળીના પ્રસંગે 1 નવેમ્બર 2023થી 15 ફેબ્રુઆરી 2024 સુધી 80.30 લાખ ફ્રી ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી હતી. જ્યારે 1 જાન્યુઆરીથી અત્યાર સુધી 50. 87 લાખ સિલિન્ડરની ડિલિવરી થઈ ચુકી છે. એટલે કે લગભગ 1.31 કરોડ એલપીજી ગેસ સિલિન્ડર રિફિલની ડિલિવરી થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button