ચૂંટણી પંચની ટીમ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા પહોંચી
શ્રીનગરઃ ભારતના ચૂંટણી પંચની એક ટીમ ગુરૂવારે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા અને રાજકીય પક્ષોને મળવા માટે પહોંચી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારની આગેવાની હેઠળની ટીમ આજે સવારે અહીં આવી પહોંચી હતી અને શેરી કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (એસકેઆઇસીસી) ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયે મંગળવારે વિવિધ રાજકીય પક્ષોને પત્રો જારી કર્યા હતા. જેમાં તેમને ઇસીઆઇ સાથે બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. રાજકીય પક્ષોને ચૂંટણી પંચ સાથેની બેઠક માટે સમય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Jammu Kashmir માં ચૂંટણીના એંધાણ, 8 ઓગસ્ટે રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક
અધિકારીઓએ જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ(એનસી), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી), ભાજપ, કોંગ્રેસ અને જમ્મુ અને કાશ્મીર પેન્થર્સ પાર્ટી સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઇસીઆઇ ટીમને મળવા માટે એસકેઆઇસીસી ખાતે પહોંચ્યા હતા.
ઇસીઆઇ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓ યોજવા માટે સુપ્રીમ કોર્ટની ૩૦ સપ્ટેમ્બરની સમયમર્યાદના અઠવાડિયા પહેલા વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. ત્રણ દિવસની મુલાકાત ૧૦ ઓગસ્ટે જમ્મુ ખાતે પૂરી થશે જ્યાં ઇસીઆઇ અમલીકરણ એજન્સીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
આ પણ વાંચો: મતદાર યાદીમાંથી નામ ગાયબઃ કેન્દ્રીય ચૂંટણી પંચને ભાજપે તપાસ કરવાની કરી માગ
તે સમીક્ષા પ્રક્રિયા અંગે મીડિયાને માહિતી આપવા માટે જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. રાજકીય પક્ષોની બેઠક ઉપરાંત પંચ મુખ્ય ચૂંટણી અધિકારી અને કેન્દ્રીય દળોના સંયોજક સાથે પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે.