
નવી દિલ્હી/ અમદાવાદઃ બિહાર બાદ ભારતના દરેક રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મોટી જાહેરાત કરી હતી. આ અંગે જાણકારી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, એસઆઈઆર પ્રક્રિયામાં પહેલુ ચરણ સફળતા પૂર્વક પૂર્ણ થયું છે.
જેથી હવે બીજા ચરણમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, બીજા તબક્કામાં 12 રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, આ યાદીમાં ગુજરાતનું નામ પણ સામેલ છે. જેથી આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ્ય મતદારોને યાદીમાં સામેલ કરવાનો અને અયોગ્ય મતદારોને મતદાર યાદીમાંથી કાઢવાનો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ખાસ વાત એ પણ કરી કે, આ પહેલા દેશમાં છેલ્લે 21 વર્ષ પહેલાં એસઆઈઆરની પ્રક્રિયા થઈ હતી, જેથી હવે આમાં સુધારો કરવો આવશ્ય છે. હવે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

એસઆઈઆર પ્રક્રિયામાં કેવી રીતે કામ કરવામાં આવશે?
એસઆઈઆર પ્રક્રિયાની વાત કરતા ચૂંટણી પંચે કહ્યું કે, આ દરમિયાન બીએલઓ ત્રણ વખત દરેક ઘરે જશે અને મતદાતાઓને મળીને તેમના નામની પુષ્ટિ કશે. તેમને મતદાતા યાદીમાં જોડાવાવનું ફોર્મ આપવામાં આવશે. જે લોકો ઘરથી બહાર રહે છે અથવા તો દિવસે ઓફિસ જાય છે તેવો ઓનલાઈન પણ પોતાનું નામ જોડી શકે છે.
પહેલા તબક્કામાં મતદારોએ કોઈ દસ્તાવેજો નથી આપવાના
સૌથી મહત્વની વાત એ છે કે, પ્રથમ તબક્કામાં નવી મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મતદારોએ કોઈ દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં. તેમણે ફક્ત એ દર્શાવવાનું રહેશે કે, તેમનું નામ 2003ની મતદાર યાદીમાં હતું કે નહીં, અને જો ન હોય તો, તેમના માતાપિતાના નામ છે કે નહીં તેની માહિતી લેવામાં આવશે. ચૂંટણી પંચની વેબસાઇટ પર ભારતના દરેક રાજ્યોની 2003ની મતદાર યાદી મુકવામાં આવી છે. જેમાં તમે તમારું નામ જોઈ શકો છો.
આ પણ વાંચો…ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારાશેઃ ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી…



