ટોપ ન્યૂઝનેશનલ

Delhi Election: પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના ઘરે ચૂંટણી પંચના દરોડા…

નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આગામી 5મીના રોજ મતદાન થવાનું છે, તે પૂર્વે રાજકીય તોફાનો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આપે આરોપ કર્યો છે કે દિલ્હીમાં તેમના કપૂરથલા હાઉસમાં તપાસ કરવા માટે ચૂંટણી પંચની ટીમ પહોંચી છે.

Also read : ચંડીગઢમાં ભાજપની ગુગલી અને આપ, કૉંગ્રેસ ક્લિન બોલ્ડ, મેયર ચૂંટણી જીતી લીધી

આતિશીએ ટ્વીટર પર કરી પોસ્ટ

દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ ટ્વીટર પર લખ્યું હતું કે, “દિલ્હી પોલીસ દિલ્હી સ્થિત ભગવંત માનના નિવાસસ્થાન પર દરોડો કરવા પહોંચી ગઈ છે. ભાજપવાળા ધોળા દિવસે પૈસા, બુટ, ચાદરો આપી રહ્યા છે, પણ તે નથી દેખાતું. પણ એક ચૂંટાયેલા મુખ્ય પ્રધાનના ઘરે દરોડા પાડવા માટે પહોંચી જાય છે. વાહ રે ભાજપ! દિલ્હીવાળા 5 તારીખે જવાબ આપશે!”

ચૂંટણી પંચના અધિકારીનું કહેવું છે કે રોકડ પૈસા આપવામાં આવતા હોવાની ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી પંચની ટીમ અહીં પહોંચી હતી. C Vigil app પર ફરિયાદ મળી હતી કે અહીં પૈસા આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસના અધિકારીઓ કપૂરથલા હાઉસની બહાર ઉભા છે.

Also read : બજેટ વિશેષ: આ વખતના અંદાજપત્રમાં જનતાને રાહતની અપેક્ષા નહીં

પંજાબ હાઉસ બહાર એક શંકાસ્પદ કારની અટક

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે એક દિવસ પહેલા ‘પંજાબ હાઉસ’ ની બહાર એક શંકાસ્પદ કારની અટક કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે એક કાર અટક કરી હતી જેમાં મોટી માત્રામાં રોકડ, દારૂ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર સામગ્રી મળી આવી હતી. વાહન પર ‘પંજાબ સરકાર’ લખેલું હતું. જો કે આપે તે કારને પંજાબમાં AAP સરકારને બદનામ કરવાનું ભાજપનું કાવતરું ગણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button