ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની ચૂંટણી પંચના નવા કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે તેના સંબંધમાં રાતના કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ આ બે નામ પર મહોર મારવામાં આવી હતી. ચૂંટણી પંચના કમિશનર અનુપ ચંદ્ર પાંડેયની નિવૃત્તિ પછી અરુણ ગોયલે રાજીનામું આપતા તેમના સ્થાને બે જગ્યા ખાલી પડી હતી.
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચના કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપતા આ પદની જગ્યા ખાલી પડી હતી. ચૂંટણી પહેલા જ કમિશનરના બે પદ ખાલી થઈ જવાથી હોબાળો મચ્યો હતો. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ એક સમિતિની નિમણૂક કરી કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી, જેને લઈને હવે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહને ચૂંટણી પંચના નવા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવે એવી ચર્ચા હતી. જોકે સમિતિની બેઠક બાદ આજે સાંજે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહની નિમણૂક કરી નોટિફિકેશન જાહેર કરી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અહીં એ જણાવવાનું કે ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂકને લઈને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં નવા ચૂંટણી કમિશનરોને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કમિશનરોની નિમણૂક પર નારાજગી વ્યક્ત કરતા તેને ‘અવ્યવહારૂ’ ગણાવી છે.