નેશનલ

Haryanaમાં ચૂંટણી પંચ કરશે EVMની તપાસ

નવી દિલ્હી: હરિયાણામાં બે લોકસભા બેઠકો પર EVM ચેક કરવામાં આવશે, જેને લઈને ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કરવામા આવેલી ફરિયાદના આધાર પર ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારને જીત મળી છે. કોંગ્રેસના ઉમેદવારોએ આ બબને બેઠકો પર EVMમાં છેડા થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને ચૂંટણી પંચે EVM ચેક કરવાની મંજૂરી આપી દીધી છે.

આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસને હરાવીને વિજય મેળવ્યો હતો. ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પંચને પત્ર લખીને EVMમાં છેડછાડ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ બાદ ચૂંટણી પંચે બન્ને લોકસભા ક્ષેત્રના EVMની તપાસ કરવાની પરવાનગી આપી છે.

આ પણ વાંચો : EVMના હેકિંગ થવાના આરોપ પર ચૂંટણી પંચની પ્રતિક્રિયા “ડિવાઇસને કોઈ હેક ન કરી શકે”

આ બન્ને બેઠકોમાં કરનાલ અને ફરીદાબાદનો સમાવેશ થાય છે. કરનાલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાયાંશુ બુદ્ધિરાજા અને ફરીદાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રપ્રતાપ સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પંચે આ બાબતે પ્રેસ રિલીઝ કરીને કહ્યું હતું કે હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ બેઠકો પરથી EVM ચેકિંગ માટેની અરજી મળી છે.

જો કે આ તપાસમાં માત્ર 6 મતદાન બૂથોની તપાસ કરવામાં આવનાર છે. જેમાં પાણીપતના 2, કરનાલની 2 અને બડકલના 2 બુથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે કરનાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનોહરલાલ અને ફરીદાબાદ બેઠકપરથી કૃષ્ણલાલ જીત્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button