નેશનલ

મતદારોના નામ હટાવવાના કેજરીવાલના આરોપો અંગે ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ અંગે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના આરોપો પર ચૂંટણી પંચે પોતાની સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો: Delhi વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું, અરવિંદ કેજરીવાલે ભાજપ પર લગાવ્યો આ ગંભીર આરોપ

મતદાર યાદી બદલાતી રહે
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ડ્રાફ્ટ મતદાર યાદી 29 ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવી હતી. આ અંગેના તમામ વાંધા અરજીઓનું 24 ડિસેમ્બર સુધીમાં નિરાકરણ કરવામાં આવ્યું છે અને 6 જાન્યુઆરી સુધીમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે આ દરમિયાન મતદાર યાદી બદલાતી રહે છે.

ચૂંટણી પંચે કર્યું સૂચક ટ્વીટ
દિલ્હીના સીઈઓએ ટ્વિટર પર પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી, 2025ની લાયકાતની તારીખના સંદર્ભમાં વિશેષ સારાંશ સુધારો, 7 ઓગસ્ટ, 2024ના રોજ ચૂંટણી પંચના પત્ર મુજબ કરવામાં આવી રહ્યો છે. સુધારા પહેલાના સમયગાળા દરમિયાન, BLO એ નોંધણી વગરના પાત્ર નાગરિકો અને સંભવિત મતદારોની ચકાસણી કરી હતી.

તે ઉપરાંત BLO એ કાયમી ધોરણે સ્થાનાંતરિત મતદારો/ મૃત મતદારો/એક કરતાં વધુ નોંધણીની ઓળખ કરવા માટે ડોર ટુ ડોર વેરિફિકેશન હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલા તમામ દાવા અને વાંધા અરજીઓનું 24 ડિસેમ્બર, 2024 સુધીમાં સમાધાન કરવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button