નેશનલ

ઉત્તર પ્રદેશના હરદોઈમાં રેતી ભરેલી ટ્રક ઝૂંપડી પર પલટી, આઠના મોત

હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈ(Hardoi)માં એક ઝુંપડી પર એક રેતી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. જેમા ઘરની બહાર સુઈ રહેલા એક જ પરિવારના આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પરિવારની માત્ર એક છોકરીનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મૃતકોમાં પતિ-પત્ની, ચાર બાળકો, જમાઈનો સમાવેશ થાય છે.

Read more: Jammu and Kashmir: ડોડામાં આતંકવાદી હુમલો, સેનાના પાંચ જવાન ઘાયલ; કઠુઆમાં એક આતંકવાદી ઠાર

સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના હરદોઈમાં ઉન્નાવ રોડ પર રસ્તાના કિનારે ઝૂંપડીમાં રાત્રે લોકો સુઈ રહ્યા હતા. દરમિયાન એક રેતી ભરેલી ટ્રક એક ઝુપડી પર પલટી ગઈ હતી. દુર્ઘટના રાત્રે 1:30 વાગ્યે બની હતી. આ ઘટનામાં મૃતકોમાં અવધેશ (ઉ.વ.45), તેમની પત્ની સુધા (ઉ.વ.42), ત્રણ બાળકો જેમાં સુનૈના (ઉ.વ. 11), લલ્લા (ઉ.વ.5), બુદ્ધ (ઉ.વ.4), અને જમાઈ કરણ (ઉ.વ.25), તેમની પત્ની (ઉ.વ.22) અને પુત્રી કોમલ (ઉ.વ.5)નો સમાવેશ થાય છે.

ઉન્નાવ રોડ આવેલા મલ્લવાન નગરમાં રસ્તાની બાજુમાં ઝૂંપડીઓમાં લોકો રહે છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતુ કે અમે રાત્રે સૂતા હતા, ત્યારે અચાનક અમને ચીસો સંભળાઈ. અમે દોડીને અવધેશના ઘરે પહોંચ્યા હતા. જોયું કે આખો પરિવાર ટ્રકની નીચે દબાયેલો હતો. એક છોકરી ઘાયલ અવસ્થામાં હતી. અમે પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જેસીબી બોલાવી હતી. આ પછી ટ્રક સીધી કરવામાં આવી. રેતી દૂર કરવામાં આવી હતી.

Read more: Chaitar Vasava: ચૈતર વસાવાની ઓફિસ બહાર હેડ કોન્સટેબલે નશાની હાલતમાં હોબાળો મચાવ્યો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત છોકરી બિટ્ટુને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત નાજુક છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો