
નવી દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા કાર વિસ્ફોટે દેશને હચમચાવી દીધો છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધી નવ લોકોનાં મોત થયાં છે, જેમાંથી આઠની ઓળખાણ થઈ ગઈ છે, પરંતુ નવમા મૃતદેહની ઓળખની હજુ રહસ્ય છે. મૃતકોમાં ડીટીસી કંડક્ટર, ઈ-રિક્ષા ચાલક જેવા સામાન્ય લોકો પણ સામેલ છે અને પોલીસ નવમો મૃતદેહ ડો. ઉમર તરીકે હોવાનું માની શકાય.
ઓળખાયેલા આઠ મૃતકમાં મોહસીન (મેરઠ), અશોક કુમાર (અમરોહા, ડીટીસી કંડક્ટર), લોકેશ ગુપ્તા (અમરોહા), દિનેશ કુમાર મિશ્રા (શ્રાવસ્તી), પંકજ સૈની (કંઝાવલા), નોમાન (ઝીંઝાલા-શામલી, કોસ્મેટિક દુકાન માલિક), જુમ્મન મોહમ્મદ (ઈ-રિક્ષા ચાલક) અને અમર કટારિયા તરીકે થઈ છે. આ સામાન્ય નાગરિકોના મોતથી પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નવમા મૃત દેહની ઓળખાણ મુશ્કેલી બની છે અને ગુપ્ત સુત્રોની જાણકારી પ્રમાણે તે ડો. ઉમરનો હોઈ શકે છે. પોલીસ ડીએનએ પ્રોફાઇલિંગનો આશરો લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જો આ મૃત દેશની ઓળખ ડો. ઉમર તરીકે થઈ તો આ ઘાતકી હુમલા પાછળના રહસ્યાની ગુથી ખુલી શકે તેમ છે. આ શંકા તપાસને વધુ ગંભીર બનાવી રહી છે.
લાલ કિલ્લા વિસ્ફોટની તપાસ હવે ANIને સોંપાઈ છે, જેનો નિર્ણય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં લેવાયો. વિસ્ફોટમાં વપરાયેલી આઈ-20 કાર ફરીદાબાદના સેકન્ડ હેન્ડ ડીલર પાસેથી ખરીદાઈ હતી અને તેના માલિક સલમાનને હાલ પકડી પાડવામાં આવ્યો છે. કારના માલિકી કેટલી વખત બદલાઈ હતી અને અંતે મોહમ્મદ ઉમર પાસે પહોંચી હતી, એ દિશામાં હાલ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ હુમલા પાછળ આતંકી કનેક્શનની શંકાને સ્થાન આપી તે દેશ ભરમાં તપાસ એજન્સી તપાસ હાથ ઘરી છે.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ અપડેટઃ 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ ક્યાં? જાણો કયા રસ્તેથી ભારતમાં આવ્યું



