ટોપ ન્યૂઝનેશનલ

સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ દેખાયો; ભારતમાં 31મીએ ઉજવાશે ઈદ…

નવી દિલ્હી: ઈદની ઉજવણીને અંગે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સાઉદી અરેબિયામાં આજે ઈદનો ચાંદ દેખાયો હતો, ત્યારબાદ સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે રવિવારે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવશે. તે ઉપરાંત મોટાભાગના ખાડી દેશોમાં આવતીકાલે ઈદની ઉજવણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં રમઝાનની શરૂઆત ભારત કરતાં એક દિવસ પહેલા થઈ હતી. આ જ કારણ છે કે ભારતમાં ઈદનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ પછી એટલે કે 31 માર્ચે ઉજવવામાં આવશે. દર વખતે, સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ ભારતમાં એક દિવસ પહેલા દેખાય છે. જોકે, ઈદ ક્યારે ઉજવાશે તે સંપૂર્ણપણે ચાંદનાં દીદાર પર આધાર રાખે છે.

આ પણ વાંચો : Gujarat માં ચેટીચાંદ અને ઈદના તહેવારના પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા, પોલીસ અધિક્ષકે સમીક્ષા બેઠક યોજી

તેવી જ રીતે અવકાફ અને ઇસ્લામિક બાબતોની સમિતિએ પણ શનિવારે સાંજે ઈદનો ચાંદ દેખાયાની જાહેરાત કરી હતી. કતારમાં પણ શનિવારે સાંજે ચાંદ દેખાયાની પુષ્ટિ થઈ હતી, જેના કારણે રવિવારને ઈદ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતની ચાંદ સમિતિએ પણ રવિવારને ઈદનો પહેલો દિવસ જાહેર કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button