ગૂગલ અને મેટાને EDનુ તેડું, ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનું પ્રોમસન કરતા હોવાનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સની તપાસના સંદર્ભે ગૂગલ અને મેટાને નોટિસ આપી છે. એજન્સીનો આરોપ છે કે આ કંપનીઓએ સટ્ટાબાજી એપ્સના પ્રચારમાં મદદ કરી અને તેમના જાહેરાતો તથા વેબસાઈટ્સને પોતાના પ્લેટફોર્મ પર પ્રાધાન્ય આપ્યું.
EDએ ગૂગલ અને મેટા પર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના પ્રમોશન અને તેમની જાહેરાતોને પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રો અનુસાર, બંને કંપનીઓના પ્રતિનિધિઓને 21 જુલાઈના પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પ્રથમ ઘટના છે જ્યાં ભારતમાં કામ કરતી મોટી ટેક કંપનીઓને સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાના કેસમાં જવાબદાર ગણવામાં આવી છે.
આ કાર્યવાહી ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ EDના વ્યાપક અભિયાનનો ભાગ છે. આ ઉપરાંત એજન્સી ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પર તેની ભૂમિકાની તપાસ કરી રહી છે. અગાઉ પણ ઘણા ફિલ્મી સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ આવી ગેરકાયદે એપ્સના પ્રચાર માટે તપાસના માટે સંમન્સ મોકવામાં આવ્યા છે.
સૂત્રો પ્રમાણે EDની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણી એપ્સ ‘સ્કિલ બેસ્ડ ગેમ’ના નામે ગેરકાયદે સટ્ટાબાજીનો ધંધો ચલાવે છે, જેના દ્વારા કરોડો રૂપિયાની કાળી કમાણી થઈ છે. આ રકમ હવાલા ચેનલો દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. ગયા સપ્તાહે EDએ 29 લોકો સામે કેસ નોંધ્યો, જેમાં પ્રકાશ રાજ, રાણા દગ્ગુબાતી અને વિજય દેવેરકોંડા જેવા સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે, જેમણે આ એપ્સના પ્રચાર માટે મોટી રકમ લીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો…‘મારા જીજાજીને હેરાન કરવામાં આવી રહ્યા છે’ EDની કર્યવાહી સામે રાહુલ ગાંધીએ વાડ્રાનું સમર્થન કર્યું