નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

EDનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ, કેજરીવાલના વચગાળાના જામીનનો કર્યો વિરોધ

નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલેની મુશ્કેલીઓ સતત વધી રહી છે, જ્યા એક તરફ આમ આદમી પાર્ટી સંપુર્ણ પ્રયાસ કરી રહી છે કે સીએમ કોઈ પણ રીતે જેલમાંથી બહાર આવી જાય જ્યારે હવે ઈડીએ કોર્ટમાં એક એફિડેવિટ રજુ કરી કેજરીવાલને જામીન ન આપવા માટે દલીલો કરી છે.

ઈડીનું કહેવું છે કે વચગાળાના જામીનથી વચગાળાના જામીન આપવાની ખોટી પરંપરા શરૂ થઈ જશે, અને ચૂંટણી પ્રચાર મૂળભૂત અધિકાર નથી કે કોઈને આ બાબત પર જામીન આપવામાં આવે.

ઈડીએ ગુરૂવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં એજન્સીએ કહ્યું કે ચૂંટણી પ્રચાર મૌલિક અધિકાર નથી.

દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા, EDના ડેપ્યુટી ડિરેક્ટર ભાનુ પ્રિયાએ આજે ​​એફિડેવિટ દાખલ કરી છે.

એફિડેવિટમાં જણાવાયું છે કે, “ચૂંટણી માટે પ્રચાર કરવાનો અધિકાર એ મૂળભૂત, બંધારણીય અથવા કાનૂની અધિકાર નથી. “EDની માહિતી મુજબ, કોઈપણ રાજકીય નેતાને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા નથી, પછી ભલે તે ઉમેદવાર કેમ ન હોય.”

EDએ એવી પણ દલીલ કરી હતી કે જો કોઈ રાજકારણીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવે તો તેની ધરપકડ કરી શકાશે નહીં અને ન્યાયિક કસ્ટડીમાં રાખી શકાશે નહીં. “છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 123 ચૂંટણીઓ થઈ છે અને જો ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવે છે, તો કોઈપણ રાજકારણીની ધરપકડ કરી શકાશે નહીં અને તેને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવશે કારણ કે આખા વર્ષ દરમિયાન ચૂંટણીઓ યોજાય છે.” EDએ એમ પણ કહ્યું કે જો અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે જામીન આપવામાં આવે તો તે અસમાનતા સમાન ગણાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button